• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

avsan nondh

રાજકોટ: દ.સો.વણિક પોરબંદરવાળા હાલ રાજકોટ શશીકાંતભાઈ જે.જશાપરા (ઉં.89) (િજલ્લા પંચાયત, રાજકોટના નિવૃત્ત હિસાબનીશ) તે ગીતાબેન કિરીટભાઈ વખારિયા (અમદાવાદ), તુષારભાઈ જશાપરા (રાજકોટ), પરેશભાઈ જશાપરા, મનિષાબેન મિતેશભાઈ માંડવિયા (મહેસાણા)ના પિતા, તે અભિષેકના દાદાનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ના સાંજે 5થી 6, પાર્શ્વનાથ હાઇટ્સ, નાગેશ્વર જૈન દેરાસરની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ છે.

ગઢડા (સ્વામીના): દેવજીભાઈ જેઠાભાઈ પરમાર (ઉં.70) તે દિનેશભાઈ, હરેશભાઈના પિતાશ્રી, સ્વ.જેરામભાઈ, રમેશભાઈ અને રામજીભાઈ પરમારના ભાઈ, ભાણજીભાઈ ભાદરકા (ભોજપરા)ના જમાઈ, વાલજીભાઈ પ્રેમજીભાઈ વાઘેલા (દડવા) તથા કાંતિભાઈ કલ્યાણભાઈ રાવતક (રાજપરા ખોડિયાર)ના સસરા, નારણભાઈ લક્ષ્મણભાઈ હેરંભા, ડાયાભાઈ લાલજીભાઈ સિંધવ, રણછોડભાઈ નારશીભાઈ રાઠોડ (ટીંબી), પ્રવીણભાઈ ઈશ્વરભાઈ મૂંધવા, પ્રવીણભાઈ પુનાભાઈ સોલંકી (અમદાવાદ)ના સાળાનું તા.18ના અવસાન થયું છે.

રાજકોટ: અમૃતબેન ગોવિંદભાઈ ચાવડા (ખાંટ-રાજપૂત)(ઉં.83)નું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી 6, કુવાવાડી ખોડિયાર માતાજી મંદિર, લક્ષ્મીવાડી ક્વાર્ટર પાછળ, રાજકોટ છે.

રાજકોટ: કારડિયા રાજપુત સ્વ.કેશરીસિંહ ભાવસિંહ પરમાર (પાણી પુરવઠા બોર્ડ)નાં પત્ની તથા પ્રકાશભાઈ અને પ્રશાંતભાઈનાં માતુશ્રી લક્ષ્મીબેન (ઉં.85)નું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી 5-50, ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય સ્વ.મનસુખલાલ નાથાલાલ મણિયારના પુત્ર મનોજકુમાર (ઉં.54) તે શૈલેષભાઈ મનસુખલાલ મણિયારના મોટાભાઈ, કુલદીપ, કેયુરના પિતાનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.20ના 4-30થી 5-30, શીતળા માતાજીનાં મંદિરે, પાંજરાપોળ, પટેલવાડી સામે, ભાવનગર રોડ, રાજકોટ છે.

જોડિયા: કેશિયા નિવાસી મનસુખભાઈ કલ્યાણજીભાઈ લીંબાણી (ઉં.86) તે ચમનભાઈ મનસુખભાઈ લીંબાણીના પિતાશ્રી, જેકીનના દાદાનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.23ના 3થી 5, કેશિયા તેમનાં નિવાસસ્થાને રાખેલ છે.

ઢાંક: ભાયાવદર નિવાસી વનીતાબેન હરેન્દ્રગીરી ગોસાઈ (ઉં.72) તે હરેન્દ્રગીરી ભીમગીરીનાં પત્ની, યોગેશગીરી, હિતેશગીરી (યુકે)નાં માતુશ્રીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના બપોરે પછી 3-15થી 5-15 સુધી ફૂલવાડી શેરી, સોની મહાજન વંડી છે. શ્રદ્ધાંજલિ, પ્રાર્થનાસભા, ધર્મસભા તા.26ના સવારે 10 વાગ્યે છે.

મોરબી: ન્યૂ આર્ય પાનવાળા હાલ રાજકોટ કનૈયાલાલ ઝવેરચંદભાઈ કારિયાના પુત્ર નવીનભાઈ (ઉં.65) તે સતીષભાઈ, મુકેશભાઈ, કપિલાબેન, જ્યોત્સનાબેનના ભાઈ, તે સાગર અને રીચાના પિતાશ્રી, જેઠાલાલ માણેકલાલ પુજારાના જમાઈ, રાજુભાઈના બનેવીનું તા.19ના અવસાન થયું છે. બેસણું, સાદડી તા.20ના 4થી 5, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, શ્રીજી પાર્ક શેરી નં.2, પતાશા હોટલની સામે, બાપાસીતારામ ચોકથી આગળ, રૈયા રોડ, રાજકોટ છે.

વલભીપુર : ચમારડી નિવાસી જયાબા રૂપસિંહ ગોહિલ (ઉં.90) તે સ્વ.ભૂપતસિંહ તથા પ્રવીણસિંહ (પવુભાઈ)નાં માતુશ્રી, બ્રિજરાજસિંહ, રાજવીરસિંહ, તીર્થરાજસિંહ, મંદિપસિંહનાં દાદીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.24 અને તા.25ના ચમારડી નિવાસસ્થાને આખો દિવસ છે.

મોરબી: મૂળગામ વેણાસર હાલ મોરબી સ્વ.નાનાલાલ પોપટભાઈ દસાડિયા (ઉં.71) તે સ્વ.પોપટલાલ પૂજાભાઈ દસાડિયાના નાના દીકરા, તે રતિલાલ (વાઘજીભાઈ), શાંતિભાઈ દસાડિયા, લીલાવંતીબેન અમૃતલાલ ધોરેચાના નાનાભાઈ, સ્વ.કનકબેન જયંતકુમાર વડગામાના મોટાભાઈ, તે નયનાબેનના પતિ, પ્રશાંતભાઈ (લાલભાઈ), અલ્કાબેન અશોકકુમાર પંડિતના પિતાશ્રી, મીતલબેન પ્રશાંતભાઈ દસાડિયાના સસરા, માહી, નમનના દાદા, તે સ્વ.જમનાદાસ સુંદરજીભાઈ આમરણિયાના જમાઈનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4થી 5-30, ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, યુનિટ નં.1, ઘંટિયા પા પાસે મોરબી છે. સસરા પક્ષનું બેસણું સાથે છે.

વેરાવળ: દાઉદી વ્હોરા ઈબ્રાહીમભાઈ તાહેરઅલી માંકડા (ઉં.84) તે હુશેનીભાઈ (ગાંધીધામ), અશરફીબેન (એડન), શમીમબેન, રબાબબેન (રાજકોટ)ના બાવાજી, અબ્બાસભાઈ, શબ્બીરભાઈ, શમસુદીનભાઈ, ઝેહરાબેન, ફાતેમાબેન (ધારી)ના મોટાભાઈનું તા.19ના ગાંધીધામ મુકામે વફાત થયેલ છે. સૈયુમના સીપારા તા.21ના સવારે 11-30 વાગ્યે દાઉદી બોહરા મસ્જિદે વેરાવળ છે.

રાજકોટ: શ્રીમાળી બ્રાહ્મણ મધુબેન અનંતરાય ત્રિવેદી (ઉં.77) તે સ્વ.અનંતરાય ડાહ્યાલાલ ત્રિવેદીનાં પત્ની, દેવાંગભાઈનાં માતુશ્રી, હરિપ્રસાદ ચંદુલાલ દવેનાં બહેનનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.20ના 4થી 6, મનેશ્વર મહાદેવ, વિવેકાનંદનગર, રાંદલ વિદ્યાલય, પુલના છેડે વાળી શેરી, કોઠારિયા મેઇન રોડ, રાજકોટ છે.

રાજકોટ: મઘરવાડા નિવાસી હાલ રાજકોટ વિજયાબેન જીવરાજભાઈ વિઠ્ઠલપરા (ઉં.101)નું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી 6, આર્યનગર શેરી નં.20, બાપાસીતારમ મઢુલીની સામે, સંતકબીર રોડ, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક