• શુક્રવાર, 09 મે, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: ધીરજલાલ કુરજીભાઈ સીતાપરાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 686મું ચક્ષુદાન થયું છે. આ એપ્રિલ 2025માં એકવીસમું (21) ચક્ષુદાન થયું છે. આ ચક્ષુદાન સિવિલ ચોકીના એએસઆઈ રામશીભાઈ જે.વરુના સહયોગથી થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટ: કચ્છી લોહાણા રેખાબેન (ઉ.59) તે કિશોરભાઇ મગનલાલ તન્ના (કચ્છ ગામ: ગુહર, હાલે રાજકોટ)ના પત્ની, તે જયભાઇ, ભદ્રાભાઇ તથા ધર્મેશભાઇના માતુશ્રી, પૂર્વના દાદીનું તા.5મીએ રાજકોટ ખાતે અવસાન થયું છે. બેસણું (બંને પક્ષનું સાથે) તા.8ને ગુરૂવારે સાંજે 5 થી 6 માર્કેટીંગ યાર્ડ, હુડકો કવાર્ટર, આરટીઓ પાછળ, કોમ્યુનિટી હોલ ખાતે રાખેલ છે.

રાજકોટ: કાંતાબેન (ઉ.86) તે અ.નિ. રતિલાલ હીરજીભાઇ કાનાબાર (સાસણ ગીર)ના પત્ની, તે અરવિંદભાઇ (વેરાવળ), શૈલેષભાઇ (રાજકોટ), રંજનબેન અરવિંદભાઇ ગંગદેવ (રાજકોટ), જયશ્રીબેન અશોકકુમાર શિંગાળા (પોરબંદર), રીટાબેન યોગેશકુમાર રૂપારેલીયા (જૂનાગઢ)ના માતુશ્રી, દર્શિલ તથા જેનીલના દાદીમાનું તા.5ના રોજ અવસાન થયું છે. ઉઠમણું સાથે પિયર પક્ષની સાદડી, તા.8ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન સુંદરમ ગોલ્ડ બી, વિંગ પાર્કિગ, માધાપર ચોકડીથી આગળ, મોરબી રોડ, સુંદરમ સીટીની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: પ્રભુદાસ લીલાધર બુધ્ધદેવ (ઉ.88) તે લીલાધર જુઠાભાઇ બુધ્ધદેવ (સટ્ટા બજારવાળા)ના પુત્ર, તે સ્વ. કાનજીભાઇ, સ્વ. ધીરજલાલ, સ્વ. ગીરધરલાલના લઘુબંધુ તથા જયેશ, અતુલ, હિના અશોક મીરાણી, નેહા રીતેષ મીરાણીના પિતા,વાસવ, વિદીત અને આરોહીના દાદાનું તા.6ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.8ના રોજ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર, ગંગોત્રી ડેરી પાસે, સાધુ વાસવાણી રોડ ખાતે સાંજે 5 થી 6 રાખેલ છે. શ્વસુર પક્ષની સાદડી પણ સાથે

રાખેલ છે.

માણાવદર: લુહાર નર્મદાબેન હેમરાજભાઇ મકવાણા (ઉ.વ.85) તે રાજુભાઇ તથા સુરેશભાઇના માતુશ્રીનું તા.6ના અવસાન થયું છે. બેસણું: તા.8ને ગુરૂવારે સાંજે 4 થી 6 મહાકાળી કૃપા, એન.જી. મીલપાછળ, ભક્તિનગર, મીતડી રોડ, માણાવદર ખાતે રાખેલ છે.

ઘંટીયા પ્રાચી: પ્રવિણભાઇ રણછોડભાઇ તન્ના (ઉ.63) તે વિવેકભાઇ (પ્રાચી)ના પિતા તેમજ મનસુખભાઇ તથા દિનેશભાઇ તન્નાના નાના ભાઇનું તા.6ના રોજ અવસાન થયું છે. બેસણું તા.8ને ગુરૂવારે સાંજે 4 થી 6 લોહાણા સમાજ અતિથિ ભવન, પ્રાચી ખાતે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક