રાવલપિંડીના મેચ કરાચી ખસેડાયા
નવી
દિલ્હી તા.8: પહલગામમાં થયેલા નાપાક આતંકી હુમલા બાદ ભારત દ્રારા ઓપરેશન સિંદુર અંતર્ગત
જવાબી કાર્યવાહી ચાલી રહી છે. ભારતીય સેના દ્રારા પાક. સ્થિત આતંકી અડ્ડાઓને નિશાન
બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ભારતના ડ્રોન હુમલાથી રાવલપિંડી સ્ટેડિયમને નુકસાન
થયું છે. આ ઘટના બાદ રાવલપિંડી સ્ટેડિયમ ખાતે રમાનાર પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ના
બાકીના મેચ કરાચી શિફટ કરાયાના રિપોર્ટ છે. રાવલપિંડી સ્ટેડિયમ પર આજે રાત્રે પેશાવર
અને કરાચી ટીમ વચ્ચે રમવાનો હતે. જે મુલતવી રહ્યો છે. એવું પણ જાણવા મળે છે કે લાહોર
અને મુલ્તાનમાં રમાનાર મેચો પણ કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારતના
મિસાઇલ હુમલા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આજે બેઠક યોજાઇ હતી. જેમાં પીએસએલ પાકિસ્તાન
બહાર ખસેડવા પર ચર્ચા થઇ હતી. બીજી તરફ પીએલએલમાં ડેવિડ વોર્નર, રાસી વાન ડૂસેન અને
જેસન હોલ્ડર જેવા કેટલાક વિદેશી ખેલાડી રમી રહ્યા છે. જેઓ જલ્દીથી પાકિસ્તાન છોડી જવા
માંગે છે.