માધુપુર
ગિરના રામજી મંદિરના પૂજારીનું અવસાન
તાલાલા:
માધુપુર ગિરના રામજી મંદિરના પૂજારી રામાનંદી
સાધુ મથુરદાસ કરશનદાસ નિમાવત (ઉં.87) તે પ્રકાશબાપુ નિમાવત (તાલાલા શિક્ષક), હરેશબાપુના
પિતાશ્રીનું તા.28 મીએ અવસાન થયું છે. સ્વ. મથુરદાસ બાપુ ગામના મંદિરમાં છેલ્લા 60
વર્ષથી રામ લલ્લાની સવાર સાંજ આરતી સાથે સેવા પૂજા કરતા હતા. રામ મંદિરના પૂજારીનાં
અવસાનના સમાચાર ગામમાં પ્રસરતા સર્વત્ર ગમગીની પ્રસરી ગઇ હતી. સ્વર્ગસ્થનું બેસણું
તા.1ને સોમવારે બપોરે 3થી 6 રામજી મંદિર પાસે છે.
મોટી
પાનેલી: ચંદુલાલ શામજીભાઈ નથવાણી (ઉ.87) તે નિલેશભાઈ, હર્ષાબેનના પિતા, સ્વ.શાંતિલાલ,
સ્વ.તુલસીદાસ, સ્વ.હરિલાલના નાનાભાઈ, સ્વ.િગરધરભાઈ, વિનોદરાયના મોટાભાઈ, જયંતીલાલ બાબુલાલ
પોપટ (ઉપલેટા)ના સસરા, વિઠ્ઠલદાસ છગનલાલ મશરૂ (માણાવદર)ના જમાઈનું તા.ર8ના અવસાન થયુ
છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.ર9ના સાંજે 4 થી પ લોહાણા મહાજનવાડી, મોટી પાનેલી
છે.
પોરબંદર:
મૂળ પોરબંદર હાલ વડોદરાના શાંતિલાલ કરમશીભાઈ ચંદારાણા (ઉ.6પ) તે સ્વ.વ્રજલાલ, સ્વ.જયાબેન
ભીખાલાલ સોમૈયા (જામનગર), સ્વ.મંગળાબેન નરોત્તમદાસ ઠકરારના નાનાભાઈ, વિમલભાઈ, ખુશ્બુબેન
જોબનપુત્રા (જૂનાગઢ), સ્વીટીબેન જયભાઈ બારોટ (વડોદરા)ના પિતાશ્રી, સ્વ.વ્રજલાલ ભાણજીભાઈ
રાંચ (શેઠ વડાળાવાળા)ના જમાઈનું તા.ર7ના અવસાન થયું છે.
જામનગર:
મૂળ જામ સલાયા નિવાસી હાલ ખંભાળિયા સ્વ.શાંતિલાલ ધરમશી રાજાના પુત્ર કલ્પેશ (ઉ.49)
તે સ્વ.ભાસ્કર રાજા, સંજય, પ્રજ્ઞાબેન ભરતભાઈ કાનાબાર (જામનગર)ના ભાઈનું તા.ર8ના જામખંભાળિયા
મુકામે અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર9ના 4 થી 4.30 જલારામ મંદિર, જામખંભાળિયા છે.
રાજકોટ:
પ્રવિણચંદ્ર પ્રાણલાલ સોલંકી (ઉ.73)તે રમેશભાઇ (ઇ.ટેકસ)ના ભાઇ, હેતલબેન, જિંદલબેન,
એકતાબેન, અંકિતાબેન અને નિવભાઇના પિતાશ્રીનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.29નાં
સાંજે 4 થી 6 કસ્તુરી કેસલ-2 જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ, રાજકોટ છે.
રાજકોટ:
વાણંદ રેખાબેન વિનોદકુમાર ભાયાણી (ઉ.54) તે ભાર્ગવ વી. ભાયાણી, નમ્રતા રોનકકુમાર લખતરીયા
(મોરબી)ના માતુશ્રી, સ્વ. નિતિનભાઇ બી. વિસાણી, મુકેશભાઇ બી. વિસાણી તથા ચંદ્રેશભાઇ
વી. વિસાણી તથા હંસાબેન બિપીનકુમાર ચાવડા (ધોરાજી)ના નાના બહેનનું તા.28નાં અવસાન થયું
છે. બેસણું તા.29નાં સાંજે 4 થી 6 સત્યનારાયણનગર, શેરી નં.2, રામાનંદ, આશ્રમની સામે,
લાખના બંગલાની પાછળ, ગાંધીગ્રામ, રાજકોટ છે.
રાજકોટ:
મોઢ વણિક રાજકોટ નિવાસી સ્વ. નવનીતરાય ચીમનલાલ વોરાના પુત્ર પ્રકાશભાઇ (ઉ.62) તે રેખાબેન
અશોકભાઇ શેઠ (મુંબઇ), શિલ્પાબેન રૂપેશભાઇ જોષી
તથા કેતકીબેન મનિષભાઇ ભટ્ટ (રાજકોટ)ના ભાઇનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.29નાં
સાંજે 4-30 થી 5-30 નીલકંઠ મહાદેવ મંદિર, આફ્રિકા કોલોની જલારામ-2, યુનિવર્સિટી રોડ,
રાજકોટ છે.