ચક્ષુદાન
રાજકોટ:
પ્રભુદાસભાઇ ત્રિભોવન હરસોરાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 776 દાન થયેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
જૈન સમાજ ખુશાલદાસ વલમજીભાઈ પઢિયારનું અવસાન થતા જૈન અગ્રણી તેજસ્વીભાઈ કારવડિયાની
પ્રેરણાથી સદગતના પુત્રો કિશોરભાઈ, હરેશભાઈ અને બન્ને દીકરીઓ હસુમતીબેન, પ્રતિભાબેન
તેમજ પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. સ્વ.ખુશાલદાસના ચક્ષુનું
દાન વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિ સંયોજક
અનુપમભાઈ દોશી અને ઉપેનભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું. સંસ્થાનું આ 177મું ચક્ષુદાન
છે.
જામનગર:
મૂળ મુળવેલના હાલ જામનગર રહેતા મણિલાલ લાલજી વિઠ્ઠલાણી (ઉં.96) તે ગોરધનભાઈ, પોપટભાઈ,
મોરારજીભાઈ વિઠ્ઠલાણીના ભાઈ, સુરેશભાઈ, ભરતભાઈ, રમેશભાઈ, દિલીપભાઈ, પુષ્પાબેન વસંતલાલ
રાયઠઠા, રમાબેન રમેશચંદ્ર તન્ના, નીમુબેન અશોકકુમાર સૂચક, ઉર્મિલાબેન ભરતકુમાર પંચમતિયા
તથા શોભનાબેન દિનેશકુમાર દાવડાના પિતાશ્રી, મથુરાદાસ તથા લાલજીભાઈ રૂઘાણીના બનેવીનું
તા.29ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1ના સાંજે 4થી 4-30, પાબારી હોલ, તળાવની પાળ,
જામનગર ખાતે શ્વસુર પક્ષની સાદડી
સાથે
છે.
રાજકોટ:
મુળ માખાવડ હાલ રાજકોટ સ્વ. વ્યાસ રતિલાલ સુંદરજીના પત્ની ધીરજબેન તે મહેન્દ્રભાઇ,
સુભાષભાઇના માતુશ્રીનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.1નાં બપોરે 3 થી 5 અમરનાથ મહાદેવ મંદિર, સહકાર સોસાયટી પીપળીયા
હોલ મેઇન રોડ, અમરનાથ હોલ પાસે રાજકોટ છે.
ગોંડલ:
સ્વ. અશોકકુમાર રમણીકલાલ શુકલ (એડવોકેટ) તે મનીષભાઇ, ઋષિકેશભાઇ (એડવોકેટ)ના પિતાશ્રી,
કલ્પનાબેન શુકલ, તૃપ્તિબેન શુકલ (પ્રોફેસર), ગીતાંજલી લો-કોલેજ તથા રાજકોટ વોર્ડ નં.3ના
ભાજપના ઉપપ્રમુખના સસરા, સિધ્ધી, પ્રિયાંશના દાદાનું સ્વ. તા.28ના અવસાન થયું છે. પ્રાર્થના
સભા તા.1-12 ના સાંજે 4 થી 6 દિપક શુભ મંગલ હોલ, રીવર સાઇડ પેલેસની બાજુમાં, કોલેજ
ચોક, ગોંડલ છે.
રાજકોટ:
સ્વ. પંકજભાઇ મનસુખલાલ દોશી (ઉ.70) તે હર્ષાબેનના
પતિ, વિધિ કૃપાલ પારેખ, કૃતિ હાર્દિક ઠક્કરના પિતાશ્રી, નાઇશા, માયરાના નાના, જ્યોતિબેન
દીપકભાઇ દેસાઇ (જમશેદપુર)ના નાના ભાઇ, સ્વ. ગુણવંતરાય સંઘવી (મોરબી)ના જમાઇનું તા.28ના
અવસાન થયું છે. બેસણું તા.1ના સવારે 10-30 થી 11-30 રોયલ પાર્ક જૈન ઉપાશ્રય, યુનિવર્સિટી
રોડ, ઓર્બીટ ટાવર્સની સામે, ઇન્દિરા સર્કલ નજીક રાજકોટ છે.
જામનગર:
સ્વ. જયંતલાલ હિરાલાલ રામાણીના પુત્ર કેતન રામાણી તે પરેશ, અતુલ, કમલેશના ભાઇ, અજયભાઇના
ભત્રીજા, હેતલબેન ચતવાણીના નાના ભાઇ, મનોજભાઇ ચતવાણીના સાળાનું તા.29ના અવસાન થયું
છે. ઉઠમણું તા.1નાં સાંજે 4-30 થી 5 કલાકે સુખનાથ મહાદેવના મંદિર, રાજપાર્ક, સેવા સદનની
બાજુમાં, જામનગર છે.
રાજકોટ:
ઇન્દ્રેશભાઇ મહેતા (ઉ.85) (િરટાયર્ડ એલઆઇસી કેશિયર હાલ રાજકોટ) તે સ્વ. રતિલાલ માણેકચંદ
મહેતાના પુત્ર, સ્વ. ત્રિભુવનદાસ ભગવાનજી ગાંધી (અમરાવતી)ના જમાઇ, અમિતભાઇ (નવકાર ટ્રેડર્સ), ભાવિનીબેન કમલેશભાઇ વોરાના પિતાશ્રી,
કુમારભાઇ (લંડન), હસમુખભાઇ, નીલમબેન ચીમનલાલ પીપળીયા, હર્ષાબેન દિલીપકુમાર ઘોડાદ્રા, હીનાબેન બીપીનચંદ્ર દોશી, બા.બ્ર. જ્યોતિબાઇ મહાસતીજી
(દેવલાલી)ના સાંસારિક ભાઇ, વૈશાલીબેનના સસરા, હર્ષ અને હિમાની અધિશકુમાર સંઘવીના દાદાનું
તા.28ના અવસાન થયું છે.
રાજકોટ:
મુળ રામપરના હાલ રાજકોટ વિનોદભાઈ શાંતિલાલ ભાડેશીયાની પુત્રી હેતલબેન ભાડેશીયાનું તા.28ના
અવસાન થયું છે. બેસણું તા.1ના બપોરે 3 થી 5, રામપર, ફલ્લા પાસે રાખેલ છે.
પોરબંદર:
પ્રેમીલાબેન અરવિંદભાઈ વ્યાસ (ઉ.76) તે નીતિનભાઈ, વિજયભાઈ, બિમલભાઈ, જસ્મીનબેનના માતુશ્રીનું
તા.28ના અવસાન થયું છે. ઉઠમણું તા.1ના 4 થી 5, તેમના નિવાસ સ્થાને છે.
જામનગર:
સ્વ.િદલીપભાઈ રમણીકલાલ કટારમલ (આર.જે.કટારમલ)નું અવસાન થયું છે. બેસણું તા.30ને રવિવારે
સાંજે 5 થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ,
જામનગર
છે.
રાજકોટ:
શિયાણી નિવાસી અ.સ.ઝા. બ્રાહ્મણ સ્વ.િગરિજાપ્રસાદ નાગરદાસ દવેના પુત્ર નવીનચંદ્ર દવે
(જી.ઈ.બી.) તે સ્વ.નીતિન, રોહીતના પિતાશ્રી, હસમુખભાઈ (િવરમગામ), વિનોદભાઈ (આકાશવાણી),
અરવિંદભાઈના ભાઈનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 4-30 થી 5-30, રામેશ્વર
મહાદેવ, રામેશ્વર ચોક, આમ્રપાલી સિનેમા પાછળ, રાજકોટ છે.