• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: મેંદરડા નિવાસી હાલ રાજકોટ શરદચંદ્ર અમૃતલાલ હિરાણી (ઉં.83)

તે સ્વ. શાંતિલાલભાઈ, સ્વ.જયસુખભાઈ, જયકાન્તભાઈ (બકુલભાઈ)ના ભાઈ, વિપુલભાઈ, કાશ્મીરાબેન, નિશાબેનના પિતા, રક્ષિત તથા શ્રુતિના દાદાનું તા.30ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.2ને મંગળવારે સવારે વીતરાગ નેમીનાથ જૈન ઉપાશ્રય, ગાંધીગ્રામ ખાતે સવારે 10 કલાકે અને પ્રાર્થનાસભા 11 કલાકે રાખેલ છે. સદગતનું ચક્ષુદાન કરાયું છે.

ચક્ષુદાન

રાજકોટ: નાથાલાલ દલપતરાય ભટ્ટનું અવસાન થતા તેમના પરિવારે ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લઇને બે દૃષ્ટિહીન બાંધવોને દૃષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચીંધ્યો છે.

નાથાલાલના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ કલબના માર્ગદર્શક મુકેશ દોશી તથા ચક્ષુદાન અભિયાન સમિતિ સંયોજક અનુપમ દોશી અને ઉપેન મોદી દ્વારા કરવામાં આવ્યું.

ચક્ષુદાન

રાજકોટ: સુભાષભાઇ વિઠ્ઠલભાઇ શાહનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 777મું દાન થયેલું છે.

પોરબંદર: શારદાબેન થાનકી (ઉ.વ.74) તે કાંતિલાલ રામજીભાઈ થાનકીના પત્ની તથા મેહુલભાઈ અને રાહુલભાઈના માતુશ્રી તેમજ વર્ષાબેન મેહુલભાઈ થાનકીના સાસુ અને હની તથા દેવાંશના દાદીમાનું તા.30ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.4ના 4 વાગ્યે છાયા પરિશ્રમ સોસાયટી પાસે, ગ્રીનપાર્ક ખાતે છે.

બગસરા: ભરતભાઈ મનજીભાઈ પાથર (ઉં.60) તે ધીરુભાઈ, જેન્તીભાઈ, પ્રવીણભાઈના ભાઈ તેમજ શૈલેશભાઈ, મહેન્દ્રભાઈના પિતા, નીરજભાઈના કાકા તેમજ બગસરા નગરપાલિકાના સદસ્યનું તા.1ને સોમવારે અવસાન થયુ છે. બેસણુ તા.4ને ગુરુવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન નટવરનગર ખાતે છે.

રાજકોટ: શરદચંદ્ર અમૃતલાલ હિરાણી (ઉં.83) તે સ્વ.શાંતિલાલભાઈ, સ્વ.જયસુખભાઈ તથા જયકાન્તભાઈ (બકુલભાઈ)ના ભાઈ, વિપુલભાઈ, કાશ્મીરાબેન, નિશાબેનના પિતા, જીજ્ઞાબેનના સસરા, રક્ષિત તથા શ્રુતિના દાદા અને પોપટલાલ લાલચંદ વેદના જમાઈનું અવસાન થયું છે. ઉઠમણુ તા.રને મંગળવારે વીતરાગ નેમીનાથ જૈન ઉપાશ્રય ગાંધીગ્રામ સવારે 10 કલાકે અને પ્રાર્થનાસભા 11 કલાકે છે.

જામનગર: લક્ષ્મીદાસ ગોરધનદાસ વિઠલાણી તે નિરુપમાબેનના પતિ, મયુર અને અમિતના પિતાશ્રી તેમજ ધારા મયુર વિઠલાણી, ભાવિની અમિત વિઠલાણીના સસરાનું તા.ર6ના અવસાન થયુ છે. બેસણુ તથા મોસાળ પક્ષની સાદડી તા.4ના સાંજે 4 થી 4.30 પાબારી હોલ, જામનગર ખાતે છે.

જામનગર: દેવકુંવરબેન (ઉ.વ.10ર) તે સ્વ.વાલજીભાઈ હરિશંકર પંડયાના પત્ની, સ્વ.કાંતિલાલ, સ્વ.તનસુખલાલ, સ્વ.મુકુંદરાય, સ્વ.દુષ્યંતભાઈ પંડયા તેમજ સ્વ.રંજનબેન જયંતીલાલ ગોપીયાણી, હસુમતીબેન જયંતીલાલ જોશી તથા ઉષાબેન વાલજીભાઈ પંડયાના માતા, ભરતભાઈ, હિરેનભાઈ, વિપુલભાઈ કાંતિલાલ, નારાયણભાઈ, વિપુલભાઈ મુકુંદરાય, હર્ષભાઈના દાદીનું તા.ર9ના અવસાન થયુ છે.

ઇ-પેપરના નવા શુલ્ક