• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

avshan nodh

તાલાલાના અગ્રણી સરમણભાઈ સોલંકીનું અવસાન

તાલાલા ગિર: તાલાલા તાલુકાના ઉમરેઠી ગિરના સામાજિક અગ્રણી સરમણભાઈ મુળુભાઈ સોલંકી (ઉં.વ.79)નું તા.3ના અવસાન થતા તાલાલા પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. સ્વ.સરમણભાઈ એ તાલાલા ખેતી બેંકના પ્રમુખ ઉપરાંત દાયકાઓ સુધી જાહેર જીવનમાં સક્રિય યોગદાન આપ્યું હતું. તાલાલા પંથકના વિવિધ ક્ષેત્રના પદાધિકારીઓ, અગ્રણીઓએ શોક વ્યક્ત કરી સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

મોરબીના શકત શનાળા શ્રી શક્તિ માતાજી મંદિરના મહંત તથા તેમની પત્નીનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી: શકત શનાળા નિવાસી રાહુલગીરી નૌતમગીરી ગોસ્વામી (મહંત શક્તિ માતાજી મંદિર)(ઉં.41) તેમજ વૈશાલીબેન રાહુલગીરી (ઉં.38) તે નૌતમગીરી રતીગીરી (મહંત શક્તિ માતાજી મંદિર)ના પુત્ર, પુત્રવધૂ તથા ભવ્યગીરી, શ્રુતિ, સાક્ષીના માતા-િપતા, પ્રવીણાબેન, ઈલાબેન, જાગૃતિબેનના ભાઈ-ભાભીનું તા.6ના અવસાન થયું છે. બન્નેનું બેસણું, પિયર પક્ષનું બેસણું સાથે તા.9ના સાંજે 4થી 6 શ્રી શક્તિ માતાજી મંદિર, ગામ શકત શનાળા, મોરબી ખાતે છે.

 

ચક્ષુદાન, ત્વચાદાન

રાજકોટ: રસિકભાઈ કાનજીભાઈ હિરપરાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 833 ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન થયું છે.

વાંકાનેર: હસમુખશ્રાય શિવલાલ ભીંડોરાના પત્ની ધીરજબેન (ઉં.72) તે અભિજીત, જ્યોતિબેન રૂપેશકુમાર લાખાણી તથા રીનાબેન બ્રિજેશકુમાર મોરજરિયાના માતા, મોરબી નિવાસી ડુંગરશી રાજશી કટારિયાની દીકરીનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.10ના સાંજે 5 કલાકે લોહાણા મહાજન વાડી, દિવાનપરા, વાંકાનેર ખાતે ભાઈઓ-બહેનોનું સાથે છે.

જૂનાગઢ: દિવ્યેશ પ્રવિણભાઇ જોષી (ઉ.30) તે પ્રવિણભાઇ શાંતિલાલભાઇ જોષીના પુત્ર, પ્રફૂલભાઇ (મનોરંજન સર્કીટ હાઉસ- જૂનાગઢ)ના ભત્રીજા તથા નિરવભાઇના મોટા ભાઇનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.9નાં સાંજે 4 થી 6 ભુવનેશ્વર મહાદેવ મંદિર શેરી નં.4, સિંધી સોસાયટી રોડ, ગાંધીગ્રામ જૂનાગઢ છે.

જામનગર: મૂળ લાલપુર હાલ પોરબંદર નિવાસી કિશોરભાઇ મૂળજીભાઇ મોદી (મહેતા ટાઇપ કલાસ)ના પુત્ર, સંદીપ (ઉ.48) તે રૂપાલીના પતિ, યશના પિતા, અલ્પાબેન રાજીવ શેઠના ભાઇ, જામવંથલી નિવાસી નરેન્દ્રભાઇ વાડીભાઇ પટેલના જમાઇનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણું તા.9ના સવારે 10-30 કલાકે હીરા ભવન, વાણિયાવાડ, પોરબંદર છે.

ભાટીયા: દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ડો. રામદેભાઇ ગોજીયાના માતા, મોતીબેન કાનાભાઇ ગોજીયાનું તા.4ના અવસાન થયું છે. સદગતને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહા મંડળના હોદ્દેદારો તેમજ ભાટીયાની પી.આર.એસ. હાઇસ્કૂલના  સ્ટાફે, વિદ્યાર્થીઓ તેમજ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

નાના જીંજાવદર: ગઢડા તાલુકાના નાના જીંજાવદરના રાઓલ આનંદકુવરબા  સુરેન્દ્રસિંહ ગોહિલ (ઉ.75) તે ધર્મેન્દ્રસિંહજી, શિલાબા (ધ્રોલ), પ્રીતિબા (છત્રાસા)ના માતા, જાગૃતિબાના સાસુ, ક્રિષ્નાબા, મંદિપસિંહના દાદીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9નાં સવારે 9 થી સાંજે 6 સુધી તેમના નિવાસસ્થાને દરબારગઢ ખાતે નાના જીંજાવદર છે.

રાજકોટ: વિજયાબેન ભગવાનજીભાઇ ચોટલીયા (ઉ.93) તે જયેન્દ્રભાઇ ભગવાનજીભાઇ ચોટલીયા, ડો. મીનાબેન કિશોરભાઇ જેઠવા, તનુજાબેન અજીતભાઇ કાચા, જયાબેન ભગવાનજીભાઇ મિત્રીના માતાનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.9નાં સાંજે 5 થી 7 અવધેશ્વર મહાદેવ મંદિર, ક્રોમા સ્ટોર પાછળ, અયોધ્યા ચોક, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: કિરીટભાઇ માંડલીયા (ઉ.68) તે સ્વ. ગીરધરલાલ નરસીભાઇ માંડલીયા પુત્ર, હિરેન, અજયના પિતા, સ્વ. કરસનદાસ, સ્વ. કિશોરભાઇ, શશીભાઇના ભાઇનું તા.6 ના અવસાન થયું છે. બેસણું તા.9ના 30 થી 5 કોઠારીયા નાકા, ખીજડા વાડી  યુ. નં.1, બંને પક્ષનું સાથે છે.

મોરબી: શાંતાબેન મોહનભાઇ બરાસરા (ઉ.100) તે સ્વ. શિવાભાઇ, માવજીભાઇ, લવજીભાઇ, મનસુખભાઇ (પૂર્વ ચેરમેન, મોરબી નગરપાલિકા), રમણીકભાઇના માતા, મુકેશભાઇ, જયેશભાઇ, વિનુભાઇ, રાજુભાઇ, ડો. પ્રવિણભાઇ, દિલીપભાઇ, દિપકભાઇ, અશ્વિનભાઇ લવજીભાઇ (લોકસાહિત્યકાર), ઘનશ્યામભાઇ, મયુરભાઇ, ભગીરથભાઇ,  વિશાલભાઇ (ભોલો), ડો. જીગરભાઇ અને ધ્રુવભાઇના દાદીનું તા.7ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.10 સાંજે 4 થી 6 વરીયા માતાજીનું મંદિર, સો ઓરડી, મોરબી-2 ખાતે છે.

રાજકોટ: માંડણકુંડલા વાળા હાલ રાજકોટ ગુર્જર સુતાર રતિલાલ ગાંડાલાલ પંચાસરા (ઉ.94) તે શૈલેષભાઇ, સ્વ. વિનેશભાઇ, સ્વ. અનિલભાઇના પિતા તથા સ્વ. હરિલાલ ગાંડાલાલ પંચાસરાના મોટા ભાઇ, સ્વ. હેમીબેન ધરમશીભાઇ સિતાપરા, સ્વ. જયાબેન ગોવિંદભાઇ ભેસાણીયા, ચંદ્રીકાબેન નારણદાસ વડગામાના ભાઇનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9નાં સાંજે 4-30 થી 6 ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, 9/10 માસ્તર સોસાયટી, રાજકોટ છે.

જૂનાગઢ: જયાબેન ધીરજલાલ ગડેચા (ઉ.85) તે ચંદુભાઇ, દીપકભાઇ, ભાવેશભાઇના માતાનું તા.6ના અવસાન થયું છે. સાદડી તા.9ના સાંજે 4 થી 6 માંગનાથ મંદિર, માંગનાથ રોડ, જૂનાગઢ છે.

રાજકોટ: મુળ પીઠડ હાલ રાજકોટ નિવાસી ડો. ગુલાબરાય મંગળજીભાઇ મજીઠીયા (િનવૃત્ત વૈદ્યરાજ -લોકભારતી સંસ્થા) (ઉ.85) જે સ્વ. દેવચંદભાઇ, સ્વ. પ્રભુદાસભાઇના નાના ભાઇ, ખોડાપીપર વાળા સ્વ. દ્વારકાદાસ ગીરધરલાલ કોટકના જમાઇનું તા.7ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, શ્વસુર પક્ષની સાદડી તા.9નાં સાંજે 4-30 થી 6 સ્થળ: નંદકિશોર હોલ, ગાયકવાડી, જંકશન પ્લોટ, રાજકોટ છે.y

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક