• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

avshan nodh

ભાવનગરમાં 1099મું દેહદાન

ભાવનગર: ભાવનગર નિવાસી રાજપુરા હિંમતલાલ લલુભાઈ (ઉં.89)નું અવસાન થતાં સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ 1098મું દેહદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચક્ષુદાન, દેહદાન વિભાગ દ્વારા અનમોલ દેહદાનનો સ્વીકાર કરવામાં આવ્યો તેમજ આ પાર્થિવ દેહને સરકારી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે તબીબ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મહાવરા તથા સંશોધન લાભાર્થે પહોંચાડવામાં આવેલ.

રાજકોટ: રવિન્દ્રભાઈ લાભશંકર રાવલ (ઉં.વ.77) (લેન્ડ ડેવલપમેન્ટ બેંક) તે શ્રીમતી નીતાબેન રાવલના પતિ, સ્વ.ગિરીશભાઈના મોટાભાઈ, હરિતના પિતા, કૃપાના સસરા, તર્જના દાદા, હર્ષિદાબેન યોગેશભાઈ ઠાકર (ગાંધીનગર)ના મોટાભાઈ, સ્વ.બાબુભાઈ ઠાકર (ગાંધીધામ સ્ટુડીયો) ના જમાઈનું અવસાન થયું છે. ઉઠમણુ તા.11ના સાંજે 4થી 6 રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, ભક્તિનગર રાજકોટ છે.

રાજકોટ: દામોદરદાસ (બટુકભાઈ) ગોપાલજી કોટક (ઉં.87) તે સ્વ. સરલાબેન (શારદાબેન) ના પતિ, સ્વ.કિશોરભાઈ, ગિરિશભાઈ (અક્ષર પ્રોવિઝન), સ્વ.દિપકભાઈ, હિતેષભાઈના પિતા, સ્વ.રામજીભાઈ કલ્યાણજીભાઈ ચંદારાણા (ચલાલા)ના જમાઈનું તા.9 ના અવસાન થયું છે. શ્વસુર પક્ષની પ્રાર્થનાસભા તા.11 ના સાંજે પ થી 6.30 રાષ્ટ્રીય શાળા વિદ્યા નગર, યાજ્ઞિક રોડ, રાજકોટ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ: વાલમ બ્રાહ્મણ સતિ માતાજી ઉપાધ્યાય પરિવારના કોટડા સાંગાણી હાલ રાજકોટ મંજુલાબેન ઉપાધ્યાય (ઉં.88) તે સ્વ.નૌતમલાલ એ. ઉપાધ્યાયના પત્ની, હેમંતભાઈ, જનકભાઈ, અતુલભાઈ ઉપાધ્યાય (એ.જી.ઓફિસ, રાજકોટ) ના માતા, કૃણાલ ઉપાધ્યાય (ગાંધીનગર), પંકિલ ઉપાધ્યાય (અમદાવાદ), સલિલ ઉપાધ્યાય (જેતપુર), હેલીબેન ઉપાધ્યાય (વડોદરા)ના દાદી, સ્વ.ઉદયશંકરભાઈ (મુંબઈ) અને પ્રમોદભાઈ (ભરૂચ)ના મોટા બેનનું અવસાન થયું છે. બેસણુ તા.11 નાં સાંજે 4 થી 6 ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

રાજકોટ: અરુણાબેન મધુકરભાઈ વૈષ્ણવ (ઉ.વ.88) તે સ્વ.મધુકરભાઈ વેષ્ણવ (બેંક ઓફ બરોડા)ના પત્ની, રાજીવ મધુકરભાઈ વૈષ્ણવ, મમતા કિરણ પોટા અને કૃતિ પેરી વસાવડાના માતા, નંદિની રાજીવભાઈ વૈષ્ણવના સાસુ, નિતીશ રાજીવભાઈ વૈષ્ણવ (બેંક ઓફ બરોડા) અને ધૈર્ય રાજીવભાઈ વૈષ્ણવના દાદી, આકાંક્ષા નિતીશ વૈષ્ણવના દાદી સાસુ, ધ્યેય વસાવડા, આકાશ પોટાના નાનીનું તા.9 ના અવસાન થયુ છે. પ્રાર્થના સભા તા.11 ને શનિવારે સાંજે પ.30 થી 6.30 નાગર બોર્ડિંગ વિરાણી હાઈસ્કૂલની સામે રાખેલ છે.

ધોરાજી: સોની હિરેન મુકુંદરાય રાજપરા (ઉ.41) તે સોની તેજસભાઈ તથા રવિભાઈના ભાઈ, રિયા અને ગોપાલના પિતાનું તા.9 ના અવસાન થયું છે.

સાવરકુંડલા: ગોદાવરીબેન સવજીભાઈ ચોટલીયા, અમદાવાદ (ઉં.85) તે ગોકુળબાપુ હિરજીબાપુ ભાલીયાના બેન, હસુબાપુ અને ગુણવંતભાઈ અને વિજયભાઈ અને હરેશભાઈ અને ભાવેશભાઈ ભાલીયાના ફઈનું તા.9 ના અવસાન થયુ છે. બેસણુ તા.11 નાં સાંજે 4 થી 6 કાનજીબાપુની જગ્યા સાવરકુંડલા છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય નટવરલાલ હીરાલાલ કકૈયાના પુત્ર અશ્વિનકુમાર તે રશ્મીનકુમારના મોટાભાઈ, હર્ષ, હર્ષિતના પિતા, સુમીત, દિયાના ભાઈજી, મીનાક્ષી (પાયલ) પંકજકુમાર છાંટબારના ભાઈ, જામનગરવાળા કનૈયાલાલ નેમચંદ્ર છાટબારના જમાઈનું તા.10 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.11 ના સાંજે પ થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક