• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ : મૃણાલિની કનકપ્રસાદ વસાવડા (ઉં.94) તે સ્વ.કનકપ્રસાદ વૃજલાલ વસાવડાનાં પત્ની, જયેશ (વડોદરા), ડો.સમીર (રાજકોટ)નાં માતા તથા વત્સલા જયેશ વસાવડા અને જલ્પા સમીર વસાવડાનાં સાસુ, સ્વ.હેમુભાઈ, ડો.સનતભાઈ બક્ષી (અમેરીકા), સ્વ.મુદ્રિકાબેન બક્ષી, સ્વ.બાળાબેન રિંડાણીનાં બહેન, કાનન શૈલ વૈષ્ણવ, દર્શી કર્મવીર, જુહી કરન દેસાઈનાં દાદીનું તા.12ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.13ને સોમવારે સવારે 8-30 વાગ્યે તેમનાં નિવાસસ્થાનેથી નીકળશે. પ્રાર્થનાસભા તા.13ના સાંજે 5-30થી 6-30, નાગર બોર્ડિંગ, ટાગોર રોડ, વિરાણી હાઇસ્કૂલ સામે, રાજકોટ છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરાયું છે.

મોરબી: રંજનબેન લક્ષ્મીદાસ કક્કડ તે હિનાબેન અશ્વિનકુમારના માતા, કિશોરભાઇ, રાજેશભાઇ, સંજયભાઇ, વિજયભાઇ, કિરીટભાઇના દાદી, સ્વ. કાંતિલાલ મોહનલાલ (જામનગર)ના પુત્રીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4-30 થી 5-30 જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી પિયરપક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: સ્વ. પ્રવીણચંદ્ર નાનજીભાઇ ખખ્ખરનાં પત્ની પ્રેમિલાબેન (ઉં.72) તે સ્વ. વનમાળીદાસ નાનજીભાઇ ખખ્ખરના નાના ભાઇનાં પત્ની, પ્રફુલ્લચંદ્રનાં ભાભી,  લલિતભાઇ, ચેતનભાઇ, વિશાલભાઇનાં માતા, જીવાપરવાળા નરભેરામ કેશવજીભાઇ સોમૈયાનાં દીકરીનું તા.11નાં અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.13નાં સાંજે 5થી 6 માનસરોવર મહાદેવ મંદિર, આજી ડેમ ચોકડી, ભાવનગર રોડ, ગુજરાત ટ્રાવેલ્સ વાળી શેરી, માનસરોવર-1,

રાજકોટ છે.

રાજકોટ: મુળ વાસાવડના હાલ રાજકોટ સ્વ. નાગજીભાઇ ગણાત્રાનાં પુત્રવધૂ તેમજ સ્વ. ચંદુભાઇના પુત્રી અને પ્રવીણભાઇ નાગજીભાઇ ગણાત્રા (રતિરાંદલ બોક્સવાળા)નાં પત્ની, પારૂલબેન (ઉં.59) તે પંકજભાઇ માવાણી, દક્ષાબેન હરણ, ભાવનાબેન જસાણીનાં બહેન, યશ, વિસ્મય અને વિરલનાં માતા, ભૂમિ, રાધિકા અને અમિતાનાં સાસુ, પ્રિશા, ધ્રુવમનાં દાદીનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થના સભા પિયર પક્ષ  સાદડી તા.13ના સાંજે 4-30થી 6-30 પ્રગટેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી ધામ સોસાયટી, સુંદરમ શિલ્પ પાસે, મધુભાઇ ગોરધનભાઇ ચેવડાવાળાની પાછળ, જામનગર રોડ, રાજકોટ છે.

ઉપલેટા: તાહેરભાઇ યુસુફભાઇ કપાસી (ઉં.86) તે હાતીમભાઇ, ઇદ્રીશભાઇ, નસીમબેન શાદીકભાઇ (ગોંડલ), તસ્નીમબેન અનવરભાઇ (વંથલી)ના બાવાજી, શીરીનબેન યુસુફભાઇ કપાસીના ભાઇનું ઉપલેટા મુકામે તા.12ના વફાત થયું છે. શિયુમના શીપારા તા.14ના સવારે 11-30 કલાકે ઉપલેટા મુકામે આદમ મસ્જિદમાં છે.

જૂનાગઢ: વર્ષાબેન ભવસુખરાય ઢેબર (ઉં.95) તે કુલીન, રાજેશ, સરોજ અનિલ અવાશિયા અને નિશા પ્રકાશ બુચનાં માતાનું તા.12ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.14ના સાંજે 5-30થી 6-15 અનંત ધર્માલય

જૂનાગઢ છે.

ધોરાજી: અરવિંદભાઇ પ્રતાપચંદ્ર શાહ (ઉં. 80) તે કેયુરભાઇ (શાહ મેડિકલ), ભાવનાબેન ચેતનકુમાર કોરડિયાનાં પિતા, મુકેશભાઇ, વિજયભાઇના ભાઇ, રતિલાલ સાકરચંદ શાહ (ભાવનગર)ના જમાઇનું તા.12નાં અવસાન થયું છે. બેસણું તા.13ના સવારે 10-30થી 11-30 તેમનાં નિવાસસ્થાન મહાવીર પેલેસ ડીલક્સ એપાર્ટમેન્ટની બાજુમાં ધોરાજી છે.

રાજકોટ: રતિલાલ નાથાલાલ વાળા (ઉં.80) તે (ગર્વમેન્ટ પ્રેસ) તે દીપકભાઈ વાળા, રશીલાબેન વાળા, લલિતભાઈ વાળાના પિતાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 5થી 6-30 રામેશ્વર મંદિર, એરપોર્ટ રોડ, રાજકોટ છે.

રાજકોટ: સોની પદ્માબેન ભૂપતભાઇ માંડલિયા (ઉં.76) તે ભૂપતભાઇ મણિલાલ માંડલિયા (કોઠારીયા)નાં પત્નીનું તા.12ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.13ના સવારે 10થી 11-30 શ્રીનાથજી એપાર્ટમેન્ટ ગુંદાવાળી 22/7નો ખુણો છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રાજકોટ: ઘનશ્યામભાઇ શાંતિલાલ પાટડિયા (બાદશાહ) (ઉં.78) તે સ્વ. રંજનબેનના પતિ, હિતેશભાઇ, પીયૂષભાઇ, રાજેશભાઇ, દીપકભાઇના પિતાનું, કાંતિલાલ અવચળભાઇ રાણપરા (જેતપર, મોરબી વાળા), હાલ રાજકોટ)ના જમાઇનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના 4થી 5-30 જાગનાથ મહાદેવ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ:  શારદાબેન (ઉં.76) તે ડો. વિનોદભાઇ એમ. ભીમાણીનાં પત્ની, સ્વ. જીવનલાલ પુરુષોત્તમભાઇ સુબાની પુત્રી, નયનાબેન માણેક, સંજયભાઇ, વિજયભાઇ, અજયભાઇ ભીમાણીનાં માતાનું તા.8ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી, તા.13નાં સાંજે 4થી 6 મેઘાણી રંગભવન, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે.

રાજકોટ: મગનભાઇ રામજીભાઇ તળાવિયા તે ધ્રુવભાઇ, ધનંજયભાઇ, પિતાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 5થી 7 નિવાસસ્થાને ખોડલરાજ રેસિડેન્સી ગેટ નંબર-2, નવાગામ પોલીસ ચોકી સામે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક