અમદાવાદમાં
બોટાદ સંપ્રદાયના ગુણવંતીબાઈ
મહાસતીજી
કાળધર્મ પામ્યા, આજે પાલખીયાત્રા
રાજકોટ/બોટાદ,
તા.14: બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ શૈલેશમુનિ મ.સા. અને પ્રવર્તિની સવિતાબાઈ મ.સ.ના
પરિવારના ગુણવંતીબાઈ મ.સ. 84 વર્ષની વયે 59 વર્ષના દીક્ષા પર્યાય સહિત રસીલાબાઈ મ.સ.
આદિની વૈયાવચ્ચ પામતા તા.14ના સંથારા સહિત માણેક ગુરૂ ધર્મસ્થાનક, દેવેન્દ્ર પાર્ક,
અમદાવાદ ખાતે ઉપાધ્યાય જયેશમુનિ મ.સા. તથા મહાસતીજી વૃંદની નિશ્રામાં અંતિમ નિર્યામણા
સહિત કાળધર્મ પામ્યા છે. તા.1પ ને બુધવારે સવારે 9.30 કલાકે પાલખી યાત્રા નિકળશે. બોટાદ-પાળિયાદ
ગામે માતા કાંતાબેન, પિતા ચીમનલાલ પ્રેમચંદ ગોપાણીના ગૃહાંગણે જન્મેલા ગુણવંતીબેન આચાર્યએ
નવીનચંદ્રજી મ.સા.ના હસ્તે પારસમૈયાની નિશ્રામાં ચંપાબાઈ મ.સ.ની સમીપે તા.13/03/1967
ના દીક્ષા અંગીકાર કરેલ હતી. એમ્બીવેલીમાં ધીરગુરુદેવે ગુણાંજલિમાં દીર્ઘ સંયમી મહાસતીજીના
સંયમ જીવનની અનુમોદના કરેલ હતી.
ચક્ષુદાન
રાજકોટ:
મનસુખલાલ વિઠ્ઠલદાસ બુદ્ધદેવ (ઉ.83) તે સ્વ. વિઠ્ઠલદાસ ઠાકરશીભાઇ બુદ્ધદેવના પુત્ર,
ગોંડલ નિવાસી સ્વ. રતિલાલ પુરુષોત્તમભાઇ સોમૈયાના જમાઇ, હર્ષાબેન ભરતભાઇ રુપારેલીયા,
કિરણબેન સંજયભાઇ મિરાણી, ભાવનાબેન દિલીપભાઇ નથવાણી, અલ્પાબેન સંજયભાઇ માખેચા, આનંદીબેન
જીતેન્દ્રભાઇ પૂજારાના પિતા, ભૂષણ, મિલાપ, રાઘવ, યાનાના નાનાનું તા.13ના અવસાન થયું
છે. ઉઠમણું, સસરા પક્ષની સાદડી તા.16નાં સાંજે 5-30 કલાકે પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ
ખાતે રાખેલ છે. સ્વર્ગસ્થનું ચક્ષુઓનું કરાયું છે.
ચક્ષુદાન
ભાવનગર:
ભાવસાર દિનકરરાય વ્રજલાલ (એડવોકેટ) (ઉ.75)નું અવસાન થતા સદગતની ઇચ્છા અનુસાર તેમના
કુટુંબીજનોએ ચક્ષુદાનનું પૂણ્યકાર્ય કર્યું હતું. રેડક્રોસ દ્વારા ડો. ભાવિકાબેન મેડીકલ
ટીમ દ્વારા ચક્ષુદાન સ્વીકારવામાં આવેલ, જે રેડક્રોસ ભાવનગર દ્વારા 5354મું ચક્ષુદાન
થયું છે.
વેરાવળ:
સ્વ. વૃજલાલ લવજી રાયઠઠ્ઠા (શેરગઢ વાળા)ના પુત્ર, વનમાળીદાસ (વનુભાઇ) (ઉં.82) તે વિનુભાઇ
સ્વ. અમૃતભાઇ, રસીકભાઇ, કાંતિલાલ (કે.લાલ), ચંદુભાઇ, હર્ષાબેન રાજેશકુમાર ઉનડકટ (અમદાવાદ),
મીનાબેન પ્રફુલકુમાર અભાણી (રાજકોટ)ના મોટા ભાઇ, પંકજભાઇ (સુરત), હિતેશ (દીપુભાઇ),
વિપુલભાઇના પિતા, અભિષેક, જીલ, પ્રણવ, સ્નેહાબેનના દાદાનું તા.13ના અવસાન થયું છે.
ઉઠમણું તા.16ના બપોરે 4થી 5 બ્રહ્મકુંડ મંદિર વેરાવળ છે.
રાજકોટ:
વિજયાબેન ઘોડાસરા (ઉ.72) તે કાંતિલાલ રામજીભાઇ ઘોડાસરાના પત્ની, મિતુલ તથા મીરાબેન
પ્રિતલકુમાર પટેલના માતા, પ્રિતલકુમાર મોહનભાઇ પટેલના સાસુ, કિયા, મિતુલ ઘોડાસરાના
દાદીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16નાં સવારે 9થી 10-30 માતુશ્રી, જેઠીબેન
ગોરધનભાઇ ગોવાણી, ઉમા ભવન, ઉમા પાર્ક શેરી નં.1,
આલાપ એવન્યુની બાજુમાં, યુનિ. રોડ, રાજકોટ છે.
રાજકોટ:
મુળ કેશોદ હાલ રાજકોટ સ્વ.િહંમતલાલ કાશીનાથ ભટ્ટના પુત્ર નવનીતભાઈ (ઉં.70) તે જયંતિલાલના
ભત્રીજા, સ્વ.ભાસ્કરભાઈના મોટાભાઈ, પાર્થ, સ્નેહલ, ખુશ્બુ અને સોનલના પિતા, ધનુષના
દાદા, જયદેવ ધીરજલાલ દવે, મૌલિક પ્રફુલભાઈ પુરોહીત, નીરવ ધીરજલાલ દવેના સસરા, સ્વ.અનંતરાય
કેશવલાલ પુરોહીત (ઝીંઝુડા)ના જમાઈ, સ્વ.પ્રફુલ્લભાઈ, ગીરીશભાઈ, જીતેન્દ્રભાઈ અને રજનીકાન્તભાઈના
બનેવીનું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું, શ્વસુર પક્ષની સાદડી, મોસાળ પક્ષની સાદડી
તા.16ના સાંજે 4 થી 6, સીતાજી ટાઉનશીપ, દ્વારકાધીશ
ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, રાજકોટ છે.
રાજકોટ:
સતાપર નિવાસી હાલ રાજકોટ અરવિંદભાઈ નંદલાલભાઈ જોષી (ઉં.58) તે ગીજુભાઈ જોષી, ચિમનભાઈ
જોષીના નાનાભાઈ, શાત્રી દર્શનભાઈ જોષી, જયભાઈ જોષી, ચિંતનબેન પંડયાના પિતાનું તા.14ના
અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 5 થી 7, કોઠારીયા રોડ, કોઠારીયા હાપલીયા પાર્ક,
ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે છે.
જામનગર:
ભારતીબેન (ઉં.70) તે હેમંતભાઈ કાનજીભાઈ પટેલ (ખટીયાવાળા)ના પત્ની, હીનાબેન પારસભાઈ
ટોલીયા (બેંગ્લુરૂ), ડો.પ્રશાંતભાઈ (યુએસએ), ડો.િવશ્વાબેન ચિરાગભાઈ શેઠ (યુએસએ)ના માતા,
ડો.િનરાલીબેનના સાસુ, સ્વ.મનસુખભાઈ ઝીણાભાઈ ટોલીયાના પુત્રી, રેખાબેન સંઘવી (અમદાવાદ),
નિલેશભાઈ તથા સંજયભાઈ ટોલીયાના બહેન, ગંગદાસભાઈ, પ્રવિણભાઈ, નારણભાઈ તથા પ્રતાપભાઈ
પટેલના ભાભીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના સવારે 9-30 થી 10-30, લેઉવા
પટેલ સમાજ (એસી હોલ), પ્રથમ માળે, રણજીતનગર, જામનગર છે. પ્રાર્થનાસભા તા.16ના સવારે
11 થી 12 સુધી લેઉવા પટેલ સમાજે જ રાખેલ છે.
લતીપુર:
કાંતિલાલ ધીરજલાલ રામાનુજ (ઉં.72)(જુનાપાધર હનુમાનજીની જગ્યાના મહંત) તે મનોજભાઈ, વિનયભાઈના
પિતા, ગુલાબભાઈ, જયસુખભાઈ, પ્રવીણભાઈ, હરસુખભાઈ, દિનેશભાઈ, પ્રમોદભાઈના ભાઈનું તા.13ના
અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4 થી 6, જુના પાધર હનુમાનજીની જગ્યા, અક્ષરજ્ઞાન
સ્કૂલની પાસે,
લતીપુર
છે.
જસદણ:
મુળ ગામ આંબા, તા.લીલીયા-મોટા, જી.અમરેલી હાલ જસદણ સરોજબેન (ઉં.62) તે દિલેશભાઈ વનરાવનદાસ
દેવમુરારી (માજી તલાટી કમ મંત્રી - જસદણ)ના પત્ની, જલ્પાબેન, ભૂમિબેન, જયદીપભાઈ તથા
ચિરાગભાઈના માતા, હસમુખભાઈ, પ્રવિણભાઈના નાનાભાઈના પત્ની, નિલેશભાઈ, સુરેશભાઈના મોટાભાઈના
પત્નીનું તા.13ના અવસાન થયું છે.
રાજકોટ:
મુળ જામનગર નયનભાઈ ગીરધરલાલ ભાગ્યોદય (ઉં.65) તે સ્વ.ગીરધરલાલ કેશવલાલ ભાગ્યોદયના મોટા
પુત્ર, વર્ષાબેનના પતિ, કૌશલ અને ફાલ્ગુનીના પિતા, પ્રદીપભાઈના મોટાભાઈ, ધીરજલાલ વાલજીભાઈ
પાબારીના જમાઈ, કમલેશભાઈ તથા નિલેશભાઈના બનેવીનું તા.13ના અવસાન થયું છે. બેસણું, પિયર
પક્ષની સાદડી તા.17ના સાંજે 5 થી 6, પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.