• મંગળવાર, 14 એપ્રિલ, 2026

avshan nodh

લતીપુરની જૂનાપાદર હનુમાનજીની જગ્યાના મહંતનું અવસાન

લતીપુર: લતીપુરના પ્રાચીન શ્રી જૂનાપાદરા હનુમાનજીની જગ્યાના મહંત શ્રી કાંતિલાલ ધીરજલાલ રામાનુજનું તા.13ના રોજ અવસાન થયું છે. લતીપુરની હનુમાનજીની આ જૂનામાં જૂની જગ્યા છે અને છેલ્લા આશરે 45 વર્ષથી હનુમાનજીની સેવામાં પોતાનું જીવન અર્પણ કરી દેનાર એવા સેવા નિવૃત્ત શ્રી કાંતિ મહારાજનું હાર્ટએટેકથી અચાનક જ થયેલા અવસાનથી ભાવિકોમાં અને રામાનંદી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.  શ્રી કાંતિ મહારાજની સ્મશાન યાત્રામાં બહોળી સંખ્યામાં ભકતજનોએ સામેલ થઇ મહંતને શ્રધ્ધાંજલી અર્પી હતી.

 

 

ચક્ષુદાન

રાજકોટ: સંજયભાઇ સવજીભાઇ કાલરીયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન,  દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 837 ચક્ષુદાન થયું છે. માર્ચ 2026માં સતર (17) મું ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશનલ, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન- ઉમેશ મેહતા: 94285 06011.

ચક્ષુદાન

કુકસવાડા: માંગરોળ મુકામે રહેતા સ્વ. નાથાલાલ વલ્લભદાસ મેરવાણા (ઉ.86) તે પિયુષભાઇ મેરવાણાના પિતાનું અવસાન થતા પરિવારજનોની ઇચ્છા અનુસાર સદ્ગતના ચક્ષુનું માંગરોળના ડો. બિપીનકુમાર સાપોવાડીયા દ્વારા શિવમ્ ચક્ષુદાન પરિવાર સાથે જોડાયેલા રાજેશભાઇ સોલંકીના સહયોગથી દાન કરવામાં આવ્યું હતું. ચક્ષુને ડો. કરશનભાઇ વાજા તેમજ હરેશભાઇ વાઢેર દ્વારા મુનિ સંત  બાલાજી આઇ બેંકને પહોંચાડવામાં આવ્યા હતા.

ગઢડા (સ્વામીના): ગુર્જર ક્ષત્રિય કડીયા મધુબેન પરમાર (ઉ.73) તે પી.એન. પરમાર (એમ.એમ. હાઇસ્કૂલ, ગઢડા)ના પત્ની, ધર્મેન્દ્ર, પિન્ટુ, લીનાના માતુશ્રી, દિપક જાદવ, કાશ્મીરા વંડ્રા, મિતલના સાસુ, નંદિતા, દેવ, વેદાંગ, મહેશ્વરીના દાદીમા તથા ડો. પ્રિયલ અને રિદ્ધેશના નાનીનું તા.11મીએ અવસાન થયું છે. બેસણુ: તા.16ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને મોહનનગર સોસાયટી, બસ સ્ટેશન સામે રાખેલ છે.

જૂનાગઢ: રમાબેન અમૃતલાલ ચંદારાણા (ઉ.84) તે મુકેશભાઇ (મોહિની હેન્ડીક્રાફટ), સ્વ. દીપકભાઇ (રામ ભરોસે એજન્સી), સ્વ. નિપુલભાઇ (રામ ભરોસે ઇમિટેશન)ના માતુશ્રી, તે સાગર, મિલન, પ્રિન્સના દાદીનું તા.12ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.13ને સોમવારે સાંજે 5 થી 6 લોઢિયા વાડી, જલારામ સોસાયટી, જૂનાગઢ ખાતે રાખેલ છે.

ડેડાણ: ટીંબી ભાડાવાળા હાલ મુંબઇ રહેતા ધરમશીભાઇ ગુલામ હુસેનભાઇ પંજવાણી (ઉ.92) તે અમીરભાઇ અને સાહિલભાઇના પિતા તથા અલતાફભાઇ કડવાણીના સસરા, અમીરભાઇ કડવાણીના માતાનું તા.12 ના રોજ અવસાન થયું છે. મુંબઇથી તેમનો પાર્થીવદેહ લાવવામાં  આવ્યો હતો. ભાડા ગામમાં તેમની દફનવિધિ થઇ હતી. ધરમશીભાઇ પંજવાણી ભાડામાં તેઓ ગરીબોના બેલી તરીકે ઓળખાતા હતા.

રાજકોટ: જામજોધપુર નિવાસી હાલ ઉમરગામ કૌશિક (ઉ.52) તે મુગટભાઇ તથા દમયંતિબેન દોશીના પુત્ર તે સોનલના પતિ, તે પ્રિતી તથા રિહીનના મોટાભાઇ તથા તનીષા તથા પર્વના મોટા પપ્પાનું તા.13ના રોજ અમદાવાદ મુકામે અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.14ના રોજ સવારે 9 કલાકે જામનગર મુકામે તેમના નિવાસસ્થાને મુગટલાલ પ્રાણલાલ દોશી, એ-2, રૂત્વીરાજ એપાર્ટમેન્ટ, એસ્સાર હાઉસ, સ્ટલીંગ એપાર્ટમેન્ટની બાજુમાં, સ્વસ્તીક સોસાયટી, જામનગરથી નીકળશે. ઉઠમણુ: તા.14મીએ સાંજે 4 કલાકે સ્થાનવાસી જૈન ઉપાશ્રય, વારીયાનો ડેલો, ચાંદી બજાર ખાતે તથા પ્રાર્થના સભા 4-30 કલાકે અમૃતવાડી, નાગનાથ ગેઇટ, તંબોલી માર્કેટ સામે, જામનગર ખાતે રાખેલ છે.

રાજકોટ: ગોરધનભાઇ જીવરાજભાઇ ખુંટનું તા.12ના રોજ અવસાન થયું છે. બેસણુ: તા.15ને બુધવારે સવારે 8-30 થી 10-30 એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનિટી હોલ, એસ્ટ્રોન સોસાયટી મેઇન રોડ, રાજકોટ  ખાતે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક