• શુક્રવાર, 31 જુલાઈ, 2026

avshan nodh

જૂનાગઢ: જયપ્રકાશભાઈ બુદ્ધદેવ તે સ્વ.મનસુખલાલ મથુરાદાસ બુદ્ધદેવના પુત્ર, હર્ષાબેનના પતિ, હિરેનભાઈ, સચિનભાઈ (મોટું), સનીભાઈ (છોટુ) તથા ભૂમિબેન ગોપાલ પલાણના પિતા, સ્વ.રેખાબેન જીતેન્દ્ર દેવાણી, મધુસુદનભાઈ, કિશનભાઈ તથા રેશમાબેન (ટીનુબેન), વિરેન કોટેચાના ભાઈ, સાહિલ, થાનિસા, પીહુના દાદા, સ્વ.ધીરજલાલ તુલસીદાસ કારિયાના જમાઈ, વિનુભાઈ કારિયા, ગોપાલભાઈ કારિયાના બનેવીનું તા.30 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા, સાદડી તા.31 ના સાંજે 4:30 થી પ:30 રુદ્રહનુમાનજી મંદિર, શ્રી ૐ કારેશ્વર મંદિરની બાજુમાં, દીપાંજલિ-ર, જૂનાગઢ છે.

પોરબંદર: બર્ડાઈ બ્રાહ્મણ કુસુમબેન મહેન્દ્રભાઈ જોષી (ઉ.58) તે મૂળ ગોસા તથા હાલ છાયાના મહેન્દ્રભાઈ ગોવિંદજીભાઈ જોષીના પત્ની, પુનિતભાઈ, પૂજાબેન અશોકભાઈ થાનકી, માધુરીબેન રામભાઈ કારાવદરાના માતા, દેવાંશીબેન જોષી, અશોકભાઈ છોટાલાલ થાનકી (જી.ટી.પી.એલ. ના ચેનલ હેડ), રામભાઈ હમીરભાઈ કારાવદરાના સાસુ, સ્વ.પ્રભુદાસભાઈ માધવજીભાઈ સાણથરાના પુત્રી, સુરેશભાઈ, કિશોરભાઈ, મુકેશભાઈના બહેનનું તા.ર9 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.31 નાં સાંજે 4 થી પ વૃંદાવન પાર્ક, સ્વામિનારાયણ ગુરુકુળ પછાળ, છાયા છે.

રાજકોટ: ભાયાવદરવાળા હાલ રાજકોટ સોની હરસુખલાલ પરસોતમદાસ લાઠીગરાની પૌત્રી, સોની જયવદનભાઈ (રાજુભાઈ) હરસુખલાલ લાઠીગરાની પુત્રી, નિરાલીબેનનું જામખંભાળિયા મુકામે તા.30 ના અવસાન થયુ છે. સાદડી તા.31 નાં સાંજે 4 થી 6 સુધી બ્રાહ્મણ બોર્ડિંગ, 9 ગોપાલનગર, ડો.રાજાણી સાહેબની બાજુમાં, રાજકોટ છે.

રાજકોટ: એડનવાળા હસમુખરાય જયચંદ પારેખ (ઉ.93) તે શ્રીમતિ નલીનીબેન પારેખનાં પતિ, હીના દિલીપકુમાર મહેતા, રાજેશ્રી કમલેશભાઈ શાહ, અલ્પના મંગેશભાઈ સંઘવીના પિતા, સ્વ.આણંદજીભાઈ જીવરાજજી કોઠારીનાં જમાઈનું તા.30 ના અવસાન થયુ છે. સદ્ગતની ઈચ્છા મુજબ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

રીબડા: વિજયસિંહ (કૂણુભા) અરુણસિંહ જાડેજા તે હરદીપસિંહ (બ્રિજ) વિજયસિંહ જાડેજાના પિતાનું તા.ર9 ના અવસાન થયું છે. બેસણુ રીબડા ખાતે શુક્રવારના સાંજે 4 થી 6 રાખેલ છે.

રાજકોટ: ગુજરાતી હાલારી સમવાય ચાર્તુવેદી મોઢ બ્રાહ્મણ પુષ્પાબેન ભાનુભાઈ ત્રિવેદી (ગુણવંતીબેન) (ઉં.68) તે લાભકુંવરબેન શાંતીલાલ ત્રિવેદીના પુત્રવધુ, રમેશભાઈ, યશવંતભાઈ ત્રિવેદી, ઉર્મીલાબેન ઈન્દુકુમાર ઉપાધ્યાય, દક્ષાબેન શશીકાંતભાઈ ત્રિવેદીના ભાભી, હીમાની વિશાલભાઈ ત્રિવેદીના સાસુ, વિશાલ ભાનુશંકર ત્રિવેદી, ક્રિષ્ના પરાગકુમાર ત્રિવેદી, સંગીતા ભાનુશંકર ત્રિવેદીના માતા, સ્વ.પ્રવિણચંદ્ર બેચરલાલ જોષીના દીકરી, જગદીશભાઈ, દિલીપભાઈ જોષી, સગુણાબેન, ભાવનાબેન, પ્રફુલ્લાબેન, મીનાબહેનના બહેનનું અવસાન થયુ છે. બેસણુ, પ્રાર્થનાસભા, પિયરપક્ષની સાદડી સાથે તા.31 નાં સાંજે 4 થી 6 કલ્યાણજી નરશીભાઈ જાની મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, 4/ચંદન પાર્ક મેઈન રોડ, કિડવાઈનગર નજીક, રાજકોટ છે.

રાજકોટ: ભગવાનજી ચત્રભુજ સાયાણી (બી.સી.સાયાણી) નાયબ ચીટનીસ જિલ્લા પંચાયત-રાજકોટ (ઉં.83) તે સ્વ.કમળાબેનના પતિ, સ્વ.ગોવિંદજી ત્રિભોવન સાગલાણી (ગોંડલ)ના જમાઈ, ચૈતન્ય સાયાણી (એડવોકેટ), નીલા રાજેન કટારીયા, જાહ્નવી ઋષિકેશ હિંડોચાના પિતા, નિવેદિતા રૂપેશ માખેચા, કશ્યપ ચૈતન્ય સાયાણીના દાદા, સ્વ.મોહનભાઈ સાયાણી (એડવોકેટ), હિંમતભાઈ સાયાણી (એડવોકેટ), શારદાબેન કારિયા, હંસાબેન ભુપતાણીના ભાઈનું તા.29ના અવસાન થયું છે. ટેલિફોનીક બેસણું તા.31ના સાંજે 5થી 7 છે. પિયર પક્ષની સાદડી સાથે છે. મો.નં.73835 37329, 99791 00671

વેરાવળ: સારસ્વત બ્રાહ્મણ હર્ષાબેન જોષી (ઉં.57) તે ભરતભાઈ ઈશ્વરલાલ જોષી (ગોરબાપા)ના પત્ની, જયદેવભાઈ, પાયલબેન બાદલકુમાર ત્રિવેદી (અમદાવાદ), વૃષ્ટિબેનના માતા, હસ્તીબેનના સાસુ, નીલમબેન હરીશકુમાર જોષી, દિપુબેન (સોનલ) સંજયકુમાર પશા (જૂનાગઢ)ના ભાભી, જેતપુર નિવાસી સ્વ.ધીરજલાલ બાબુલાલ કનૈયાના પુત્રી, સ્વ.વિજયભાઈ, મીતેષભાઈ, રાજુભાઈ (જેતપુર), અરુણાબેન પ્રદીપકુમાર સોનપાલ (જામનગર)ના બહેનનું તા.30ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.31ના સાંજે 4થી 5, બિલેશ્વર મંદિર, શિક્ષક કોલોની, વેરાવળ છે.

ઇ-પેપરના નવા શુલ્ક