મહારાષ્ટ્ર
લોકસેવા આયોગની ડ્રગ ઈન્સ્પેક્ટરની ભરતી પરીક્ષાનું પેપર લીક !
મુંબઈ,
તા. 29 : દિલ્હીમાં સીજેપીનું આંદોલન
પૂરું થયું ત્યાં જ મહારાષ્ટ્રમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો વિવાદ
સામે આવ્યો છે. મહારાષ્ટ્ર લોક સેવા આયોગ દ્વારા યોજાયેલી ડ્રગ ઈન્સ્પેક્ટર (ઔષધિ નિરીક્ષક)
ભરતી પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપો બાદ આખી ભરતી પ્રક્રિયા અટકાવી દેવામાં
આવી છે. આ નિર્ણયના કારણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનારા 488 ઉમેદવારોનું
ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયું છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રોહિત પવારે આ
મામલે સઘન તપાસની માંગ કરી છે.
આયોગના
અધ્યક્ષ વિવેક ભીમનવારે જણાવ્યું હતું કે, 22 માર્ચે યોજાયેલી આ પરીક્ષામાં લગભગ
31,000 ઉમેદવારો બેઠા હતા. 12 જૂને પરિણામ આવ્યા બાદ 1થી 12 જુલાઈ વચ્ચે ઈન્ટરવ્યૂ
યોજાયા હતા.