• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

avshan nodh

ધોરાજીના વરિષ્ઠ પત્રકાર કિશોરભાઈ રાઠોડના પિતાનું અવસાન, આજે સ્મશાન યાત્રા

ધોરાજી લુહાર સમાજના વરીષ્ઠ અગ્રણી ભીખાલાલ છગનભાઈ રાઠોડ (ઉં.91) તે પ્રવીણભાઈ છગનભાઈ રાઠોડ, વિલાસબેન નાગજીભાઈ મારૂ, સ્વ.મુક્તાબેન લાલજીભાઈ સિદ્ધપુરા (અમદાવાદ), મનસુખભાઈ રાઠોડના ભાઈ, મહેશભાઈ રાઠોડ, ધોરાજીના વરીષ્ઠ પત્રકાર અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, હિતેશભાઈ રાઠોડ, શૈલેષભાઈ રાઠોડ, ગીતાબેન મુકેશકુમાર પીત્રોડા (ગોંડલ)ના પિતાનું તા.13ના અવસાન થયું છે. સદ્ગતની સ્મશાન યાત્રા તા.14ને શુક્રવારે સવારે 9 કલાકે અંજલિ એપાર્ટમેન્ટ, અદવેત હોસ્પિટલવાળી ગલી, હિતેશભાઈ રાઠોડના નિવાસ સ્થાનથી નીકળશે. કિશોરભાઈ રાઠોડ મો.નં.82009 33306

 

ધોરાજીઃ સ્વ.દલીચંદ ભગવાનજીભાઈના પુત્ર ભૂપેન્દ્રભાઈ પટેલ (ઉં.83) તે સ્વ.પ્રવિણભાઈ, સ્વ.પુષ્પાબેન, સ્વ.હંસાબેન, સ્વ.શારદાબેન, સ્વ.ચંદ્રિકાબેન, અશોકભાઈના ભાઈ, સ્વ.ત્રંબકલાલ છગનલાલ મહેતા (વાંકાનેર)ના જમાઈ, વિમલભાઈ, કલ્પેશભાઈ, જીજ્ઞેશભાઈ, પ્રીતિબેનના પિતા, કાજલબેન, રોશનીબેનના સસરા, જૈવિક, શ્વેતા, પ્રિયલના દાદા, તીર્થના નાનાનું તા.13 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.1 ના સવારે 9 કલાકે પ્રાર્થનાસભા સવારે 10 કલાકે વિશાશ્રીમાળી જ્ઞાતિની વાડી, દરબારગઢ પાસે, ધોરાજી છે.

જૂનાગઢઃ કમલેશભાઈ લાલજીભાઈ ભુવાની પુત્રી સિદ્ધીબેન (.30) તે સ્વ.લાલજીભાઈ પોપટભાઈની પૌત્રી, જયેશભાઈ, યોગેશભાઈ, શૈલેષભાઈ, હિતેશભાઈ, ઉમેશભાઈની ભત્રીજી, હર્ષિત, સુમિત, વિવેક, ચાંદની, ધાર્મિક, રોહિત, કરણ અને આર્યનની બહેનનું તા.1 ના અવસાન થયું છે. બેસણુ તા.14 નાં સાંજે 4 થી 6 દોમડીયાવાડી, જૂનાગઢ છે.

ગોંડલઃ પરષોત્તમભાઈ રામજીભાઈ વાળા (.76) તે બાબુભાઈ, મનુભાઈનાં નાનાભાઈ, રેણુકાબેન, હિનાબેન, તુષારભાઈનાં પિતા, અશોકભાઈ, કૌશિકભાઈ તથા રાજેશભાઈનાં કાકાનું તા.13 ના અવસાન થયુ છે. બેસણુ તા.1 નાં સાંજે ચાર થી , દરજી જ્ઞાતિની વાડી, જલારામ મંદિરવાળી શેરી, ભોજરાજપરા, ગોંડલ છે.

જામનગરઃ અમૃતલાલ અમરશી મહેતાના પુત્રવધુ અને સ્વ.ધીરજલાલ મહેતાના પત્ની પુષ્પાબેન તે એડવોકેટ જય ડી. મહેતા, તૃપ્તિબેન કમલભાઈ મહેતાના માતા અને વાંકાનેરવાળા રતિલાલ મૂળજીભાઈ પટેલના દીકરીનું અવસાન થયું છે. ઉઠમણુ તા.14 નાં સવારે 9 વાગ્યે કે.ડી.શેઠના ઉપાશ્રયે છે. લૌકીક વ્યવહાર બંધ છે.

રાજકોટઃ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક ચેતનાબેન નરેન્દ્રભાઈ મહેતા (.81) તે સ્વ.નરેન્દ્રભાઈ જીવરાજભાઈ મહેતાના પત્ની, મેહુલભાઈ, વિરલભાઈના માતા, તૃપ્તિબેન, નમ્રતાબેનના સાસુ, સ્વ.ગોકુળભાઈ, સ્વ. દ્વારકાદાસભાઈ, હસમુખભાઈ અને ચંદ્રકાંતભાઈ (રાજુભાઈ) શેઠના બહેનનું તા.11 ના અવસાન થયુ છે. બેસણુ તા.14 નાં સાંજે થી 6 સાગર એપાર્ટમેન્ટ, 7 વૈશાલીનગર, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટઃ ચંદ્રકાંતભાઈ વ્રજલાલ કોટક તે મયુરભાઈ, કૌશિકભાઈ, અંજલિબેનના પિતા અને દામજી મોરારજી બુદ્ધદેવ (બાલંભાવાળા)ના જમાઈનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.14ને શુક્રવારેથી 6, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, રાજકોટ ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક