અજાબના
અમરધામ આશ્રમના મહંત ભીમદાસ બાપુનું અવસાન
પૂર્ણ
વૈદિક વિધિ સાથે સમાધિ અપાઈ, સમગ્ર પંથકમાં શોક છવાયો
કેશોદ,
તા.9: કેશોદ તાલુકાના અજાબ ગામે આવેલ વર્ષો જુના અમરધામ આશ્રમના મહંત ભીમદાસબાપુનું
અવસાન થતા સમગ્ર સૌરાષ્ટ્રના સંત સમાજ, ભક્ત સમુદાયમાં શોકની લાગણી છવાઈ છે. અજાબ ગામે
આવેલ આ અમરધામ આશ્રમ પરબની શાખા તરીકે વર્ષોથી કાર્યરત છે ત્યાં ભીમ બાપુએ આશ્રમને
સેવા, સત્સંગ અને સનાતનનું કેન્દ્ર બનાવ્યું.
તેમના
માર્ગદર્શન હેઠળ આશ્રમમાં નિત્ય ભજન-કીર્તન, યજ્ઞ-યાગ, અન્નક્ષેત્ર, ગૌશાળા અને પૂજા-અર્ચનાનું
ભગીરથ કાર્ય ચાલતું હતું. આ પંથકમાં સનાતન ધર્મનો ધ્વજ ફરકતો રાખવા બાપુએ અનેક ધાર્મિક
અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ભીમ બાપુની અણધારી વિદાયના સમાચાર મળતા
જ આસપાસના ગામડાઓમાંથી સાધુ-સંતો, મહંતો અને હજારો ભક્તો અજાબ ગામે દોડી આવ્યા હતા.
ગામના વેપારીઓએ બાપુ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરતા બપોરે 4 સુધી પોતાના તમામ ધંધા-રોજગાર
બંધ રાખીને બાપુની પાલખી યાત્રામાં ભાગ લીધો હતો.
મેંદરડા
ખાખી મઢીના મહામંડલેશ્વર સુખરામદાસ બાપુ, પરબથી મુન્ના બાપુ સહીત અનેક સંતો-મહંતો અને
પુરોહિતો ઉપસ્થિત હતા. મંત્રોચ્ચાર, વૈદિક પૂજા-અર્ચના સાથે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ
અર્પણ કરીને પરંપરાગત વિધિ સાથે સમાધિ અપાઈ હતી. આસપાસના ગ્રામીણ વિસ્તારના આગેવાનો,
સામાજિક, રાજકીય પદાધિકારીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
મોરબી:
મૂળ ગામ નાના ભેલા, હાલ મોરબી મૈયાગૌરી રમણીકલાલ પંડયા (ઉ.92) તે રવિશંકરભાઇ, વિનુભાઇ,
નિર્મળાબેન જનકરાય પંડયા, રંજનબેન સુરેશકુમાર પંડયા, ચંદ્રિકાબેન ભરતકુમાર આચાર્ય,
ગાયત્રીબેન કેતનકુમાર રાવલના માતા, પ્રથમકુમાર, નેહાબેનના દાદીનું તા.9 ના અવસાન થયું
છે. બેસણું તા.10નાં સાંજે 4 થી 6 શ્યામ એપાર્ટમેન્ટ, રંગધરતી પાર્ક, કિષ્ના સ્કૂલ
બાજુમાં, રવાપર (મોરબી) છે.
જૂનાગઢ:
વૃંદાવનદાસ (વનુભાઈ) નારણદાસ કારીયા (ઉં.90) તે સ્વ.િમતેષભાઈ, કલ્પનાબેન પ્રકાશભાઈ
સૂચક (રાજકોટ), સ્મિતાબેન વિનેશભાઈ લુખાના પિતા, મીતાબેન મીતેષભાઈ કારીયા (રાજકોટ),
પ્રકાશભાઈ સૂચક (રાજકોટ), વિનેશભાઈ લુખા (જૂનાગઢ)ના સસરા, કરણ, યશના દાદાનું તા.9ના
રોજ રાજકોટ ખાતે અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4 થી 5, માંગનાથ મહાદેવ મંદિર,
માંગનાથ રોડ, જૂનાગઢ છે.
રાજકોટ:
સ્વ.મણીલાલ જીવનભાઈ ખગ્રામના મોટા પુત્ર સુરેશભાઈ (ઉં.79) તે પ્રવિણભાઈ, કિશોરભાઈ
(લોહાણા મહા.પ્રમુખ)ના મોટાભાઈ, જીતેશભાઈ, ચૈતાલીબેન કારીયા, ફાલ્ગુનીબેન ગટેચાના પિતાનું
તા.8ના અવસાન થયું છે. ઉઠમણું, શ્વસુર પક્ષની સાદડી તા.10ના સાંજે 4-30 થી 5-30, કલ્પવન,
ટોયાટો શોરૂમની પાછળ, ગોંડલ રોડ, રાજકોટ અને માણાવદર ખાતે બેસણું ગુરૂવારે તા.13ના
સાંજે 4-30 થી 5-30, લોહાણા મહાજન વાડીમાં છે.
રાજકોટ:
25 ગામ ભાટીયા ત્રિલોકભાઈ દ્વારકાદાસ પાલેજા (મોવિયા) તે સ્વ.દ્વારકાદાસ ઝવેરચંદ પાલેજા
(બાબુભાઈ બોક્સવાળા)ના મોટા દીકરા, અશ્વિનભાઈ, આનંદભાઈના મોટા ભાઈ, દેવેન પાલેજા, પુનમ
વિશાલ આશર (જામનગર) અને કાજલ સુમિત પાલેજા (ભુજ)ના પિતા, અમરેલીવાળા સ્વ.રતિભાઈ આશરના
જમાઈ, ગોંડલવાળા રેણુકાબેન, બંસીબેન, સંગીતાબેન, સુભદ્રાબેન, ઈન્દુબેન ઉદેશીના ભાઈ,
ક્રિશ અને તનયના દાદાનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તા.10ના સાંજે 5 વાગ્યે, ભાટીયા
બોર્ડિંગ, રેલવે જંક્શન સામે, રાજકોટ છે.
ફલ્લા:
જામવણથલીના રહીશ હરીશભાઈ ગિરધરલાલ જોષી (ઉં.65) તે ચિરાગના પિતાનું તા.7ના અવસાન થયું
છે. બેસણું તા.10ના સાંજે 4 થી 6, મનાણી પરિવારની વાડી, જામવણથલી છે.