• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

માણાવદર પ્રદેશ કોંગ્રેસ માલધારી સમાજના ઉપપ્રમુખ, લડાયક આગેવાન રાણાભાઇ કોડિયાતરનું અવસાન

માણાવદર, તા.12: પ્રદેશ કોંગ્રેસ માલધારી સમાજના ઉપપ્રમુખ અને નીડર લડાયક આગેવાન રાણાભાઇ કોડિયાતરનું હાર્ટએટેકથી અવસાન થતા સમગ્ર ગુજરાત કોંગ્રેસમાં ઘેરા શોકની લાગણી છવાઇ છે તેઓની સ્મશાન યાત્રામાં અનેક લોકો ઉમટી પડયા હતા અને અત્યંત દુ:ખની લાગણી વ્યકત કરી હતી. જનતાના કોઇપણ પ્રશ્ને નીડર લડાયક આગેવાન રાણાભાઇ કોડિયાતરે કામગીરી કરી હતી. માણાવદર તાલુકા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ નેતાની અનેરી કામગીરી કરનાર રાણાભાઇ કોડિયાતરને ગુજરાત પ્રદેશ માલધારી સેલના ઉપપ્રમુખ તરીકે જોડાયા હતા. કાલે સાંજે જનતાના પ્રશ્ને જૂનાગઢ ગયેલા ત્યાં તબીયત લથડતા સારવાર અર્થે રાજકોટ જતા હતા પરંતુ રસ્તામાં અવસાન થયું હતું. તેમના અવસાનના સમાચારથી પરિવાર, મિત્રો, પક્ષના નેતાઓ આગેવાનોમાં શોકની લાગણી છવાઇ હતી. તેઓ લડાયક આગેવાન હતા. રસ્તા, લાઇટ, પૂર હોનારત ખેડૂતોને સહાય હોય કે ખેડૂતો માટે કેરબા ડીઝલના આપતા હોય હંમેશા લડાયક રજૂઆત કરી હતી. લડાયક આગેવાનની ખોટ તમામ સમાજને કાયમ સાલશે.

 

રાજકોટ: દિલીપભાઇ પ્રેમજીભાઇ મકવાણા (ઉ.73) (પીડબલ્યુડી) તે મીતાબેન પઢીયાર, વિપુલભાઇ, તેજલબેન સોલંકી, ધવલભાઇના પિતા, સ્વ. નટવરભાઇના મોટાભાઇ, કલ્પેશભાઇ, દર્શનાબેન સોઢા, મોહિતભાઇના મોટા બાપુનું તા.9 ના અવસાન થયું છે.બેસણું તા.13 નાં સાંજે 4 થી 6 રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક, રૈયા રોડ, રાજકોટ છે.

ગોંડલ: તાતણીયા ગીર નિવાસી ઠા. રમણીકલાલ ગોપાલભાઇ રૂપારેલ (ઉ.88) તે નરેશભાઇ, અશોકભાઇના પિતાનું તા.12ના રોજ અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4 થી 6 રામજી મંદિરની સામે, તાતણીયા છે.

રાજકોટ: દેવશીભાઇ વશરામભાઇ ફુલેત્રા (ઉ.92) તે જમનભાઇ, દિનેશભાઇ, કાંતિભાઇ, પ્રવિણભાઇના પિતાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.14ના સવારે 8-30 થી 10 સ્પીડવેલ પાર્ટી પ્લોટ, સુવર્ણ ભૂમિ ચોક, અંબિકા ટાઉનશીપ, મોટા મોવા, રાજકોટ છે.

રાજકોટ: પ્રવિણચંદ્ર જાદવજી રાજાણી તે ઇન્દિરાબેનના પતિ, આશિષભાઇના પિતા, પ્રતીક્ષાબેનના સસરા, આયુષી, મહેકના દાદા, સ્વ. રસિકભાઇ, હિમ્મતભાઇ, મનસુખભાઇ તેમજ હીરાબેન, જશુબેન તથા ચંદ્રીકાબેનના ભાઇનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4 થી 6 નાગર બોર્ડીગ, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ, રાજકોટ છે.

રાજકોટ: ચેતનભાઇ વલ્લભભાઇ રાવરાણી (ઉ.45)નું તા.11ના અવસાન થયું છે. તેમનું બેસણું તા.13ના સાંજે 4 થી 6  ગોર્વધન હાઇટસ, ઇન્દ્રપ્રસ્થનગર, બંસી પાર્ક, રાજકોટ છે.

જામખંભાળિયા: રાજકોટ નિવાસી સ્વ. અરવિંદભાઇ ઠાકરના પુત્ર રાહુલભાઇના પત્ની ભાવિષાબેન તે ઓમના માતા, સ્વ. મનોજભાઇ શુકલની પુત્રી, ભરતભાઇ શુકલના ભત્રીજી, તપનભાઇ, ચિરાગભાઇ (શાત્રીજી), નિશિતભાઇના બેનનું તા.11ના રાજકોટ મુકામે અવસાન થયું છે. પિયરપક્ષની સાદડી તા.15ના સાંજે 5 થી 5-30 ભાઇઓ- બહેનો માટે શરણેશ્વર મહાદેવના મંદિરે, સોની બજાર, જામખંભાળિયા છે.

સાવરકુંડલા: નરસિંહભાઇ રણછોડભાઇ મકવાણા (ઉ.95) તે મગનભાઇ અને અશ્વિનભાઇ અને ચંદુભાઇ અને શાંતિભાઇના પિતાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13નાં સાંજે 4 થી 6 ગુર્જર સગર જ્ઞાતિ વાડી, માધવાણીની વાડી, સાવરકુંડલા છે.

રાજકોટ: ભાવિષાબેન ઠાકર તે રાહુલભાઈ અનિલભાઈ ઠાકરનાં પત્ની, મૃદુલાબેન અનિલભાઈ ઠાકરનાં પુત્રવધૂ, ઓમનાં માતા તથા ક્રિષ્નાબેન વિવેકભાઈ રાવલનાં ભાભીનું અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 5, સિંધી પંચાયત વાડી, મહાદેવ મંદિરની બાજુની શેરીમાં, જૂની જલારામ બેકરીની સામે, સિંધી કોલોની રોડ, રાજકોટ છે.

કોડીનાર: છારિયા ઉનેવાળ બ્રાહ્મણ વંદનાબેન વિષ્ણુપ્રસાદ જાની (ઉં.33)(મૂળ કોડીનાર હાલ ઉના) તે સ્વ.જયશ્રીબેન, સ્વ.વિષ્ણુપ્રસાદ મનસુખલાલ જાનીની પુત્રી, નીતિશભાઈ વિષ્ણુપ્રસાદ જાની, નિશાબેન ઉર્વેશકુમાર જોષી (મહુવા)નાં નાના બહેન, કિરીટભાઈ તથા હર્ષદભાઈ જાની (રાજુલા)નાં ભત્રીજી, રમેશભાઈ તથા રાજુભાઈ જોષી (સરખડી)ના ભાણેજનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.15ના સાંજે 4થી 6, બ્રહ્મ સમાજની વાડી, ટાવર ચોક, ઉના છે.

રાજકોટ: સોની હસમુખલાલ મણીલાલ બારભાયા (ઉં.78) તે સ્વ.મણીલાલ મોહનલાલ બારભાયા (બાબુભાઈ ઝવેરી, વાંકાનેરવાળા)ના પુત્ર, ઈન્દુબેનના પતિ, સ્વ.મનહરલાલ, નવિનચંદ્ર, સ્વ.મધુભાઈ, સ્વ.અશ્વિનભાઈ, મહેશભાઈ, સ્વ.હીરાબેન, સ્વ.વસંતબેન, પન્નાબેનના ભાઈ, નિલેશભાઈ, જયેશભાઈ તથા મયુરભાઈના પિતા, સ્વ.તારાચંદભાઈ જાદવજીભાઈ માંડલીયાના જમાઈનું તા.11ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.13ના બપોરે 3-30થી 5, વાઘેશ્વરી વાડી, યુનિટ નં.3, રામનાથપરા, રાજકોટ છે. લૌકિક ક્રિયા બંધ છે.

જૂનાગઢ: કિરણભાઈ પ્રજાશંકર વોરા (ઉં.79) તે સ્વ.હર્ષકાંતભાઈ (બચુભાઈ), સ્વ.અજીતભાઈ, સ્વ.રસેન્દુભાઈ, સ્વ.વિરેન્દ્રભાઈ, સ્વ.યશોદ્રાબેન સૂર્યકાંતભાઈ ત્રિપાઠી, સાધનાબેન, અંજનીબેન અશોકભાઈ પંડિતના ભાઈનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સાંજે 5થી 6, અનંત ધર્માલય, માંગનાથ રોડ, જૂનાગઢ છે.

બાબરા: ઠા.સ્વ.મનુભાઈ જસરાજભાઈ કારિયાના પુત્ર નંદલાલભાઈ (ઉં.65) તે વિનુભાઈ, હરેશભાઈ, મહેશભાઈ, બાવદીનભાઈ, રાજેશભાઈ, બકુલભાઈ તથા નયનાબેન માનસેતા, રેણુકાબેન સંઘાણીના ભાઈનું તા.10ના અમદાવાદ ખાતે અવસાન થયું છે. સાદડી તા.15ના સાંજે 4થી 5, લોહાણા મહાજન વાડી, બાબરા છે.

જામનગર: હેમલતાબેન શિવલાલ મંગી (ઉં.92)નું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના બહેનો માટે 4-30થી 5 અને ભાઈઓ માટે 5-30થી 6, શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, હવાઈ ચોક, જામનગર છે.

જામખંભાળિયા: ઔ.સ.ઝાલાવાડી બ્રાહ્મણ બળવંતરાય મગનલાલ જોષીનાં પુત્રી ભૂમીશાબેન તે હિરેનભાઈ જોષી, દિનેશભાઈ જોષી (ખંભાળિયા નગરપાલિકા)નાં બહેનનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.13ના 4-30થી 5, ઔ.સ.ઝા જ્ઞાતિ ખાતે ભાઈઓ તથા બહેનો માટે છે.

જૂનાગઢ: અનિલકુમાર વ્રજલાલ દોશી (ઉં.75) તે સ્વ.વ્રજલાલ તારાચંદના પુત્ર, વિનુભાઈના લઘુબંધુ, લલીતભાઈ, સ્વ.કમલેશભાઈના વડીલ બંધુનું તા.12ના મુંબઈ ખાતે અવસાન થયું છે.

રાજકોટ: દશા સોરઠીયા વણિક લલીતભાઈ જમનાદાસ સાંગાણી તે સ્વ.મંજુલાબેન જમનાદાસ નરભેરામભાઈના પુત્ર, ભાવનાબેનના પતિ, ચિરાગભાઈ, સ્વ.નયનાબેન વખારીયા, જ્યોત્સનાબેન બાબરીયા, જયશ્રીબેન માંડવીયા, મધુબેન દોશીના ભાઈ, જીજ્ઞાસાબેન જતીનકુમાર વખારીયા, કાજલબેન પીયૂષકુમાર ગોરસીયા, રાકેશભાઈ (વિકી), સમીરભાઈના પિતા, નેન્સી, ધૃવી, વિહાનના નાના તથા ભીખાલાલ અમૃતલાલ મયાણીના બનેવીનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.13ના સાંજે 4થી 6, માલવિયા વાડી, ગોંડલ રોડ, રાજકોટ છે.

મોરબી: મહેશભાઇ (મનીષભાઇ) અનિલકુમાર પંડિત (ઉં.36) તે સ્વ. અનિલકુમાર પરસોતમદાસ પંડીત ના પુત્ર, સ્વ. વસંતલાલ, સ્વ. કાંતિભાઇના ભત્રીજા, કિશોરભાઇ, રમેશભાઇ, પ્રફુલ્લાબેન જોબનપુત્રાના નાના ભાઇ, સ્વ. વસંતભાઇ, રમેશભાઇ અને ગોવિંદભાઇ માનસાતા (બાલંભા વાળા)ના ભાણેજનું તા.11ના અવસાન થયું છે. બેસણું, મોસાળ પક્ષની સાદડી તા.14ના સાંજે 5થી 6 ત્રિલોકધામ મંદિર, નવલખી રોડ, મોરબી છે.

ઇ-પેપરના નવા શુલ્ક