• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

avshan nodh

જૂના માલકનેસના પૂર્વ સરપંચખેડૂત અગ્રણી બચુભાઇ રાદડિયાનું અવસાન

ડેડાણ: જૂના માલકનેસ ગામના પૂર્વ સરપંચ અને ખેડૂત અગ્રણી બચુભાઇ ભાણાભાઇ રાદડિયા (ઉં.81)નું તાલુકાના સભ્ય વિપુલભાઇ રાદડિયાના કૌટુંબિક દાદાનું અવસાન થતા આજે શોક ફેલાયો હતો. તેમના નિવાસ સ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં પૂવર ધારાસભ્ય અમરીષભાઇ ડેર તેમના ટેકેદારો વિનુભાઇ દુધાત (કિશાન સંઘના પ્રમુખ), નાજકભાઇ કોટીલા (રામગઢ), ભરતભાઇ દુધાત (પૂર્વ પ્રમુખ) અને અશ્વિનભાઇ દુધાત (ત્રાકુડા), જગદીશ મકવાણા (આપ પાર્ટીના પ્રમુખ ખાંભા), લાલભાઇ મકવાણા, પરશોતમભાઇ જાની, બહાદુર અલી હીરાણી (પત્રકાર) સહિતના સભ્ય કાર્યકરો જોડાઇને શ્રદ્ધાંજલી અર્પી હતી. બચુભાઇ રાદડિયાના પરિવારજનોને તેમના નિવાસસ્થાને જઇ સાંત્વના પાઠવ્યા હતા.

 

 

ચક્ષુદાન

અમરેલી: અમરેલીનાં ચિતલ રોડ પર આવેલ અવધ રેસિડેન્સીમાં વસતાં વેપારી પ્રતાપરાય હીરાચંદભાઇ મહેતા (ઉં.82)નું અવસાન થતાં તેમની અંતિમ ઇચ્છા અનુસાર તેમનાં પત્ની, સુશીલાબેન પ્રતાપભાઇ મહેતા તેમનાં પુત્રો, પિયુષભાઇ, નિશાંતભાઇ તથા મિતુલભાઇએ પડોશીએ ડો. ચંદ્રેશ ખુંટને ચક્ષુદાન બાબતે વાત કરી હતી. પૂર્વ નગરસેવક ડો. ચંદ્રેશ ખુંટે ચક્ષુદાન પ્રવૃત્તિ કરતી સંસ્થા સંવેદન ગ્રુપનાં પ્રમુખ વિપુલ ભટ્ટીનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ. આ નેત્રદાન સ્વીકારવા માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચમાં સેક્રેટરી મેહુલભાઇ વ્યાસ સાથે મહિલા રેડક્રોસનાં હેડ ઇલાબેન વાઢેરે સેવા આપી હતી. રાજકોટનાં ઇમરજન્સી ડો. અંકુર મહેતા, જીજ્ઞેશભાઇ મોદી, પી.આઇ. જાડેજા, ડો. ક્રિષ્નાબેન ઉપસ્થિત હતાં.

ચક્ષુદાન

માંગરોળ: રહીજના સુંદરબેન રામસીભાઇ નંદાણિયા (ઉં.65) તે પ્રવીણભાઇ, અરજનભાઇના માતાનું અવસાન થતા તેમના પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરિવારના આ નિર્ણયમાં દેવસીભાઇ નંદાણિયા અને દિનેશભાઇ નંદાણીના સહકાર થકી ચક્ષુદાન માટે શિવમ ચક્ષુદાન -આરેણા પરિવારનો સંપર્ક કરેલ. શિવમ ચક્ષુદાન પરિવાર સાથે જોડાયેલા રાજેશભાઇ સોલંકી દ્વારા સ્વર્ગસ્થના બન્ને ચક્ષુનું દાન સ્વીકારાયું હતું. ચક્ષુદાન સ્વીકારતી વેળાએ હસમુખભાઇ વાઢેર, રામભાઇ નંદાણીયા, કરશનભાઇ નંદાણિયા ઉપસ્થિત હતા.

જૂનાગઢ: ચરખડી નિવાસી ચંપાબેન વૃજલાલભાઈ પાબારી (ઉં.95) તે મહંત રાજુબાપુ, વિજયબાપુ અને સ્વ.હિતેશભાઈના માતાનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 4 થી 6, રામદેવધામ, ચરખડી ખાતે રાખેલ છે.

રાજકોટ: ઔ.ખ. સમવાય બ્રાહ્મણ અનસુયાબેન મુકુંદરાય જોશી તે સ્વ. મુકુંદરાય દલપતરાય જોશીના પત્ની, સ્વ. કૌશિકકુમાર, અરૂણકુમાર, કલ્પનાબેનના માતા, હાર્દિકભાઇ, મૌલિકભાઇ, પિનાકભાઇ, રુદ્રભાઇના દાદી, કુમાર જે. દવેના મોટા બહેન, જયોતિબેન નિલાંગના બહેનનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણું તા.8નાં 5 થી 6 અમદાવાદ મુકામે માલાબાર કાઉન્ટી-1, જી-1101, નિરમા કોલેજ પાછળ છે.

જામનગર: કુસુમબેન ભાલારા તે દલસુખભાઇ ભાલારાના પત્ની, દીપકભાઇ ભાલારા (એડવોકેટ), શ્રી વિમલભાઇ ભાલારા (સાંઇ એન્ટરપ્રાઇસ)ના માતા, જિગ્ના, હેતલના સાસુ, કાવ્ય અને વંશના દાદીનું અવસાન થયું છે. બેસણું તા.10નાં સાંજે 5 થી 6 નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી કોલેજની બાજુમાં, જામનગર છે.

તાલાલા ગિર: રંજનબેન વિઠ્ઠલભાઈ કાનાબાર (ઉં.68) તે વિઠ્ઠલભાઈ પિતાંબરદાસ કાનાબારના પત્ની, મનીષભાઈ, હરેશભાઈ, હિનાબેન કૌશિકકુમાર રવાણી (સાવરકુંડલા) ના માતા, દર્શન, નિશાંત તથા ધાત્રીના દાદી, ભરતભાઈ, શાંતિલાલ (બુધાભાઈ) નવનીતભાઈ, નીતાબેન જીતેન્દ્રકુમાર માનસેતાના ભાભી, સ્વ.રતિલાલ ગોપાલજી ઉનડકટ (વેરાવળ), માધુરી ફૂટવેરવાળાની પુત્રી, અનસુખલાલ, અરવિંદભાઈ, હેમતભાઈ, દિલીપભાઈનાં બેનનું તા.7 ના અવસાન થયુ છે. ઉઠમણુ, પિયર પક્ષની સાદડી તા.8 નાં બપોરે 4 થી 6 જલારામ મંદિર, જલારામ સોસાયટી, તાલાલા ગિર ખાતે છે.

જેતપુર: સ્વ.પ્રાગદાસભાઈ માધવદાસભાઈ નિમાવતના પુત્ર દિનેશભાઈ (ઉ.69) તે સ્વ.જયસુખભાઈ, ધનસુખભાઈ, ધીરુભાઈના મોટાભાઈ તેમજ રોહિતભાઈ, અમિતભાઈના પિતાનું તા.6 નાં અવસાન થયુ છે. બેસણુ તા.10 નાં સાંજે 4 થી 6 વણિક જ્ઞાતિની વાડી, કણકીયા પ્લોટ, જેતપુર છે.

અમરેલી: મોટી કુંકાવાવવાળા જયાબેન ભગવાનજીભાઈ વસાણી (ઉં.88) તે બીપીનભાઈ, સંજયભાઈના માતા, હિંમતભાઈ, વૃજલાલભાઈ, વિઠ્ઠલભાઈના બેનનું તા.7 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.8 નાં સાંજે 4 થી 6 દશાશ્રીમાળી જૈન મહાજનવાડી, લાઈબ્રેરી રોડ, અમરેલી છે.

બાબરા: સુન્ની સોરઠીયા મુસ્લિમ ઘાંચી મ. અબ્દુલભાઈ ઈસ્માલભાઈ અગવાનના પત્ની આસુબેન (ઉ.80) તે મ.અલતાફભાઈના માતા, ચાવંડવાળા, મ.હાજીભાઈ, મ.હાસમભાઈ, મુન્નાભાઈ, રફીકભાઈ શાહના મોટાબેન, રાજુભાઈ સત્તારભાઈ સૈયદ (બાબરા) ના માસીનું તા.7 નાં અવસાન થયું છે. જિયારત તા.9 નાં સવારે 10 વાગે પુરુષો માટે જુમ્મા મસ્જિદ તથા મહિલા માટે તેમના નિવાસ સ્થાને જુમ્મા મસ્જિદ શેરી ખાતે છે.

સાવરકુંડલા: હાલ મુંબઈ મહેન્દ્રભાઈ અંબાશંકર અધ્યારૂ (ઉ.77) તે લલિતાબેનના મામાનું તા.પ ના અવસાન થયુ છે. સાદડી તા.8 નાં સાંજે 4 થી 6 જીતેન્દ્રભાઈ હર્ષોદરાય પંડયા વીણાબેન (લાલીબેન) ને ત્યાં 119-દર્શન નાગનાથ સોસાયટી, હાથસણી રોડ, સાવરકુંડલા છે.

જામનગર: મૂળ ગામ જોડિયા, હાલ: જામનગર કૌશલ્યાબેન મનહરભાઈ છનિયારા (ઉં.7ર) તે મનહરભાઈ વિઠલદાસ છનિયારાના પત્ની, રસિકભાઈ, દિનેશભાઈના ભાભી, હેમલ, રાજન, કપિલના માતા, જામજોધપુર વાળા સ્વ.વલ્લભદાસ જાદવજી વડગામાના દિકરી, મહેશભાઈ અને સુર્યકાન્તભાઈના નાના બહેનનું તા.6 નાં અવસાન થયું છે. બેસણુ તા.8 નાં પ થી પ:30 વિશ્વકર્મા મંદિર, જગ્યા નં.1, પંચેશ્વર ટાવર, પિયર પક્ષનું બેસણુ સાથે જામનગર છે.

રાજકોટ: સોની ઈશ્વરલાલ મણીલાલ રાણપરા (ઉ.77) (માણામોરા વાળા) રાજકોટ તે સ્વ.લક્ષ્મીચંદભાઈ, દયાળજીભાઈના નાના ભાઈ, જીતેશભાઈ, અશ્વિનભાઈ, ભારતીબેન, ગે.વા.સીમાબેનના પિતા, ભૂષણ, પ્રિયંક, માધવ, ક્વિનલના દાદા, સ્વ.સોની દયાળજીભાઈ ગિરધરલાલ ભૂવાના જમાઈનું તા.7 નાંઅવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 4 થી પ:30 ખીજડા શેરી, સોની સમાજની વાડી, યુનિટ નંબર-1 ખાતે બન્ને પક્ષનું બેસણુ સાથે છે. લૌકિક વહેવાર બંધ છે.

રાજકોટ: નથુતુલશી ઔદીચ્ય જ્ઞાતિ બ્રહ્મસમાજ સ્વ. ભરતભાઈ પ્રાણભાઈ જોષી તે (મૂળ-ધારી) હાલ રાજકોટનું તા.6 ના અવસાન થયુ છે. બેસણુ તા.8 નાં સાંજે 5 થી 6 વિશ્વેશ્વર મહાદેવ મંદિર હોલ, મવડી મેઈન રોડ, રાજકોટ છે.

પોરબંદર: ચેતનાબેન કીર્તિકુમાર વ્યાસ (ઉં.60) તે સરકારી ભાવસિંહજી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય બિપિનભાઈ જાનીના સાળી, વિષ્ણુભાઈ વોરાની પુત્રી, પદ્માબેન જાની (પ્રિન્સિપાલ) ના બહેનનું તા.6 ના તમિલનાડુના તિરુપુર ખાતે અવસાન થયું છે. પિયર પક્ષની પ્રાર્થનાસભા તા.8 નાં પ થી 6 પોરબંદરના છાયા ચોકી-બિરલા રોડ પર આવેલ વાંઝા દરજી જ્ઞાતિની વાડી નંબર ત્રણ, હિંગળાજ મંદિર ચોક ખાતે છે.

પોરબંદર: રંજનબેન હેમેન્દ્રકુમાર કોરડીયા (ઉ.66) તે હેમેન્દ્રકુમારના પત્ની, મુનિરાજ હેમપ્રીત વિજય મ.સા. અને મૌલિકભાઈના માતા, શ્રુતિબેનના સાસુ, યુગ, તીર્થના દાદી, ઝવેરચંદ વીરજી મહેતાના પુત્રીનું તા.6 ના અવસાન થયુ છે. ઉઠમણુ, પ્રાર્થનાસભા તા.8 ના સવારે 10:30 કલાકે વાણીયાવાડમાં આવેલા હીરા ભવન ખાતે છે.

જામનગર: સ્વ.બાબુલાલ ચકુભાઈ ગોહીલના પુત્ર ભાવેશભાઈ (ઉં.61) તે ધર્મેશભાઈ, જીવીબેન તથા પુષ્પાબેનના ભાઈ, દર્શનના પિતા, કપિલાબેનના પતિ, સ્વ.રમેશભાઈ દેવજીભાઈ પરમારના જમાઈનું તા.6 ના અવસાન થયુ છે.

પોરબંદર: કુતિયાણાના રાજગોર બ્રાહ્મણ લલીતાબેન છગનભાઈ પુરોહિત (ઉ.78) તે સ્વ.છગનભાઈ જાદવજીભાઈ પુરોહિતના પત્ની, ડો. હસુમતીબેન એચ. મંડીર, નિર્મલાબેન હરેશભાઈ જોષી, નરેશભાઈ, દક્ષાબેન મનસુખભાઈ જોષી, ભાવનાબેન જયવીનભાઈ દવે, શૈલેષભાઈ (પોરબંદર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ)ના માતાનું તા.6 ના અવસાન થયુ છે. બેસણુ તા.10 નાં 4 થી 6 દરમિયાન તેમના નિવાસ સ્થાન, ‘પુરોહિત નિવાસ’ મદ્રેશા લાઈન, કુતિયાણા છે.

રાજકોટ: મુળ કુંતાસી હાલ રાજકોટ છોટાલાલ શિવશંકર પંડયા તે જયેશભાઈ, મનીષભાઈ, ક્રિષ્નાબેનના પિતા, જ્યોતિબેન, નિશાબેનના સસરા, અનુજ, ભવ્ય અને રૂચિતના દાદા, ઈન્દુભાઈ, ગિરીશભાઈ, ભાવનાબેનના ભાઈ, દિલીપભાઈ, કિશોરભાઈ જોષીના બનેવીનું તા.7 ના અવસાન થયુ છે. બેસણુ તા.9 ના સાંજે 4 થી 6 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, અજંતા પાર્ક, જનકપુરી મેઈન રોડ, ગંગોત્રી ડેરી પાસે,  સાધુ વાસવાણી રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક