• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ડોળાસાના પ્રતિનિધિ અનિલભાઈ કાનાબારના  મોટાભાઈનું અવસાન આજે પ્રાર્થનાસભા

ડોળાસા, તા.કોડિનાર: અશ્વિનભાઈ રતિલાલ કાનાબાર (ઉં.69) તે મેહુલભાઈ, નિલેશભાઈ અને પૂજાબેન જયકુમાર ગઢીયા (તાલાલા ગિર) ના પિતા, કાંતિભાઈ, સ્વ.વસંતભાઈ, સ્વ.નટુભાઈ (કેશરિયા)ના નાનાભાઈ, ડોળાસાના પ્રેસ પ્રતિનિધિ અનિલભાઈ કાનાબારના મોટાભાઈ, સ્વ.હરિલાલ જમનાદાસ ધનેશા, સ્વ.દ્વારકાદાસ, સ્વ.ગોવિંદભાઈ, વલ્લભભાઈ (ચોરવાડ) અને ગિરધરભાઈ (જૂનાગઢ)ના બનેવીનું તા.ર ના અવસાન થયું છે. સ્વર્ગસ્થની અંતિમયાત્રા તા.3 ને સવારે આઠ વાગ્યે તેમના નિવાસ સ્થાન ડોળાસા ખાતેથી નિકળશે. પ્રાર્થના સભા અને શ્વસુર પક્ષની સાદડી તા.3ને ગુરુવારે સાંજે ચારથી છ કોમ્યુનિટી હોલ ગેંદરા ચોક, ડોળાસા ખાતે રાખેલ છે.

 

રાજકોટ: સ્વ.મનહરલાલ ઠાકરશીભાઈ ખખ્ખરના પુત્ર ભરતભાઈ તે નીતાબેનના પતિ, મીહિર, ફેનીબેન કણસાગરાના પિતા, આકાંક્ષાબેન, નિરજકુમારના સસરા, સ્વ.નવિનભાઈ, પ્રફુલભાઈ, સ્વ.કિશોરભાઈ, મહેન્દ્રભાઈ, અશોકભાઈ, સ્વ.કુસુમબેન, સ્વ.સરોજબેનના ભાઈ, સ્વ.લીલાધરભાઈ તુલસીદાસ બાટવીયાના જમાઈ, સંજયભાઈ, અજયભાઈ બાટવીયાના બનેવીનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 4 થી 6, પેરેડાઈઝ હોલ, 150 ફૂટ રીંગ રોડ, રૈયા સર્કલ, ગણેશ વિદ્યાલય પાસે, મામાપીર મંદિર સામે, રાજકોટ પિયર પક્ષની સાદડી સાથે છે.

પાલીતાણા: નરોત્તમદાસ હરજીવનદાસ શાહના પુત્ર રજનીકાંત તે ભાવનાબેનના પતિ, રિદ્ધિબેન, ભક્તિબેનના પિતા, સ્વ.અમૃતલાલ જેઠાલાલ પટેલ (સાવરકુંડલા)ના જમાઈ, દોશી હિંમતલાલ નાનચંદભાઈ સાવરકુંડલાના ભાણેજનું તા.30 ના અવસાન થયું છે. લૌકિક પ્રથા બંધ છે.

વાંકાનેર: જૈનુદીનભાઈ તાહેરઅલી સદીકો (ઉ.77) તે મ.અમીરભાઈ (વાંકાનેરવાળા) ઝહરાબેન મુ. મનસુરભાઈ (એહમદનગર) ના ભાઈ, શબ્બીરભાઈ (વાંકાનેર) તસ્નીમબેન મુ. ઝુજરભાઈ (ઉપલેટા) વાળાના બાવાજીનું તા.ર ના અવસાન થયુ છે. જિયારતના સીપારા તા.4 નાં બપોરે 1ર કલાકે સૈફી મસ્જીદ નાની બજાર, વાંકાનેર છે.

જૂનાગઢ: સોરઠીય શ્રી ગોડ માળવીય બ્રાહ્મણ મૂળ તરસિંગડા હાલ જૂનાગઢ કિશોરભાઈ હરિલાલ ભટ્ટ (ઉં.77) તે ભાવેશભાઈ, યાત્રિકભાઈ, બરખાબેન નીરવકુમાર ભટ્ટ, નિશાબેન રસેશકુમાર દવેના પિતા, સ્વ.દિનકરરાય, સ્વ.વજુભાઈ, સ્વ.સુરેશભાઈ, સ્વ.નટુભાઈ અને સ્વ.કંચનબેન પ્રભુલાલભાઈ દવેના ભાઈ, સન્યાસી ગુણવંતરાય રાજારામ દવે (મૂળ ચરેલિયા) ના જમાઈનું તા.1 ના અવસાન થયુ છે. ઉઠમણુ, સાદડી તા.3 ના સાંજે પ થી 6 સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.

ગોંડલ: જ્યોત્સનાબેન નવિનચંદ્ર શુકલ (ઉ.69) તે નવિનચંદ્ર શુકલના પત્ની, પ્રયાગરાજ, નિરંજનના માતા, હસમુખભાઈ, પ્રફુલભાઈ તથા હર્ષદભાઈના નાનાભાઈના પત્નીનું તા.ર ના અવસાન થયુ છે. બેસણુ તા.6નાં સાંજે 4 થી 6 ગાયત્રી મંદિર, બસ સ્ટેશન પાછળ, ગોંડલ છે.

સાવરકુંડલા: રમેશભાઈ હરિભાઈ દુસરા (ઉ.71) તે વિરલભાઈ, કેતનભાઈ, હિતેશભાઈના પિતાનું તા.30 ના અવસાન થયું છે. સાદડી તા.3/9ના સાંજે 4 થી 6 મહાલક્ષ્મી મંદિર, ગાંધી ચોક, સાવરકુંડલા છે.

ઇ-પેપરના નવા શુલ્ક