• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

બંગાળમાં અભિષેક બેનરજીનાં કાર્યાલયમાં ભારે તોડફોડ, લૂંટ

કોલકતા, તા. 3: તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ અભિષેક બેનરજીનાં કાર્યાલયમાં કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ ભારે તોડફોડ મચાવીને ઈલેક્ટ્રિક ઉપકરણો સહિતની ચીજોની લૂંટ પણ ચલાવી હતી. આ ઘટના બાદ અભિષેક બેનરજી આગબબૂલા થઈ ગયા હતાં અને તેમણે ભાજપ, મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ઉપર આરોપનો મારો ચલાવ્યો હતો.

આ તોડફોડ અને લૂંટફાટની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. અભિષેકે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો પણ શેર કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક