• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

WTCને ધ્યાને રાખી ઇન્ડિયા અ ટીમ ન્યુઝીલેન્ડમાં ત્રણ ચાર દિવસીય મેચ રમશે

નવી દિલ્હી, તા.2: ભારતીય એ ટીમ 24 ઓકટોબરથી 10 નવેમ્બર દરમિયાન ન્યુઝીલેન્ડ પ્રવાસે જશે. જયાં ઇન્ડિયા એ ટીમ ન્યુઝીલેન્ડ એ ટીમ વિરુદ્ધ ત્રણ ચાર દિવસીય મેચ રમશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણીની ઠીક પહેલા એ ટીમની શ્રેણી આયોજિત કરાઇ છે. ભારતીય એ ટીમના ચાર દિવસીય મેચો દરમિયાન જ ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડની ધરતી પર પાંચ ટી-20 ઈન્ટરનેશનલ અને પ વન ડે મેચની શ્રેણી રમી રહી હશે. ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ પ્રવાસનો કાર્યક્રમ 22 ઓકટોબરથી 1પ નવેમ્બર સુધીનો છે. બન્ને ટેસ્ટ મેચ 19થી 23 નવેમ્બર વેલિંગ્ટન અને 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાશે જ્યારે એ ટીમનો પહેલો મેચ 24થી 27 ઓક્ટોબર, બીજો મેચ 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર અને ત્રીજો ચાર દિવસીય મેચ 7થી 10 નવેમ્બર દરમિયાન રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) પોઇન્ટ ટેબલને ધ્યાને રાખીને બન્ને દેશની એ ટીમની શ્રેણીનું આયોજન થયું છે. જેથી ટેસ્ટ શ્રેણીની સારી રીતે તૈયારી થઇ શકે છે. ન્યુઝીલેન્ડ હાલ ત્રીજા સ્થાને અને ભારત પાંચમા સ્થાને છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક