રાજસ્થાન,
ઉત્તર પ્રદેશનાં પ્રતિબંધાત્મક આદેશોને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
નવી
દિલ્હી, તા.3 : કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)નાં ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાનને મોટો ઝટકો
લાગ્યો છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની સરકારી શાળાઓમાં બહારનાં લોકો, પત્રકારો, યૂટયુબર્સ,
સોશિયલ મીડિયા યુઝર્સ કે પછી સામાજિક કાર્યકરોનાં પ્રવેશ ઉપર લગાડી દેવામાં આવેલા પ્રતિબંધને
પડકારી જનહિત અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એટલે કે, શાળાઓની ખામીઓ ઉજાગર કરવાનાં
આવા કોઈપણ પ્રયાસ ઉપર રોક યથાવત રહેશે.
જસ્ટિસ
પી.એસ.નરસિંહા અને જસ્ટિસ આલોક અરાઘેની પીઠે અરજદાર પ્રિયા મિશ્રા તરફથી દાલખ કરવામાં
આવેલી અરજી ઉપર સુનાવણી કરતાં કહ્યું હતું કે, તેઓ બંધારણનાં અનુચ્છેદ 32 હેઠળ દાખલ
કરવામાં આવેલી આ અરજી ઉપર વિચાર કરવા ઈચ્છુક નથી.
અરજીમાં રાજસ્થાનનાં માધ્યમિક શિક્ષણ નિદેશક તરફથી 16 ઓગસ્ટ 2026નાં રોજ જારી
કરવામાં આવેલા એક પરિપત્રને પડકારવામાં આવ્યો હતો. આ પરિપત્ર અંતર્ગત સરકારી શાળાનાં
પરિસરોમાં બહારનાં લોકોનો પ્રવેશ આચાર્યની અનુમતિ વગર પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત
શાળામાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ઈન્ટરવ્યુ, ઓડિયો રેકોર્ડિંગ, જીવંત પ્રસારણ માટે
પણ લેખિત મંજૂરી મેળવવાની વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. અરજીમાં યુપીનાં અયોધ્યા જિલ્લાનાં
પ્રાથમિક શિક્ષા અધિકારી તરફથી 19 ઓગસ્ટનાં રોજ જારી કરવામાં આવેલા એક આદેશનો ઉલ્લેખ
પણ કરવામાં આવ્યો હતો. આ આદેશમાં બહારનાં લોકો, યુ-ટયૂબર્સ અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટનાં
શાળામાં પ્રવેશ સામે રોક મૂકવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, યુપીનાં
આઝમગઢ, બલિયા, બસ્તી, બલરામપુર, શામલી અને આગ્રા સહિતનાં અનેક જિલ્લાઓમાં પણ આ પ્રકારનાં
આદેશો અને નિર્દેશો જારી કરવામાં આવેલા છે.
આ અરજી
સીજેપી દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્કૂ‰લ ઠીક કરોડ અભિયાનની
પૃષ્ઠભૂમિમાં દાખલ કરવામાં આવી હતી અને તેમાં એવો તર્ક આપવામાં આવ્યો હતો કે, સરકારી
શાળાની સ્થિતિને જાહેર હિતમાં રેકોર્ડ કરવી અને તેને પ્રસારિત કરવી પ્રતિબંધિત કરી
શકાય નહીં.