-ભાજપ
સાંસદ મનનકુમાર મિશ્રા સ્થાયી અધ્યક્ષ નથી : અદાલત
નવી
દિલ્હી, તા. 2 : દેશમાં વકીલોની સર્વોચ્ચ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ)ની
કાર્યપ્રણાલીને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ
કર્યું હતું કે, બીસીઆઈ પ્રમુખ મનનકુમાર મિશ્રાના નેતૃત્ત્વ હેઠળની પરિષદ હવે કોઈ પણ
નીતિગત નિર્ણય એકલા જ લઈ શકશે નહીં. આવા તમામ નિર્ણયોમાં ભારતના એટર્ની જનરલ અને સોલિસીટર
જનરલની સક્રિય ભાગીદારી અને સંમતિ ફરજિયાત રહેશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત, ન્યાયાધીશ
જોયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરતાં બીસીઆઈના
મુખ્ય વકીલ ગુરુ કૃષ્ણકુમારને કહ્યું હતું કે, મનનકુમાર હાલ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા
સ્થાયી અધ્યક્ષ નહીં, પણ કાર્યવાહક પ્રમુખની જેમ છે. તેઓ માત્ર બીસીઆઈના રોજિંદા અને
વહીવટી કાર્યો જ સંભાળી શકે, મોટા નીતિગત નિર્ણયો લઈ શકે નહીં.
બિહારથી
ભાજપના રાજ્યસભા સાંસદ એવા મનનકુમાર મિશ્રા 2012થી સતત આ હોદ્દા પર છે. તેમને હટાવવાની
માંગ સાથેની અરજીની સુપ્રીમમાં સુનાવણી થઈ હતી.