• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

ઝેલેંસ્કીની ધમકીથી પુતિન ભડક્યા : કીવને ધણધણાવ્યું

-રશિયાનું આકાશ અસલામત હોવાની ઝેલેંસ્કીની ધમકી પછી યુક્રેનમાં મિસાઈલ અને ડ્રોનનો વરસાદ

નવી દિલ્હી, તા.2: રશિયા અને યુક્રેન વચ્ચેની જંગ ફરી એકવાર ખૂંખાર બની ગઈ છે. યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ આપેલી ધમકીથી ઉશ્કેરાયેલા રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનની રાજધાની કીવ ઉપર શ્રેણીબદ્ધ મિસાઈલ અને ડ્રોન હુમલા કરાવીને આખા શહેરને ધણધણાવી નાખ્યું હતું અને ચોમેર ધુમાડાનાં ગોટેગોટા છવાઈ ગયા હતાં.

ઝેલેંસ્કીએ મંગળવારે વિદેશી એરલાઈન્સ, વીમા કંપનીઓ અને સરકારોને ચેતવણી આપી હતી કે, યુક્રેનનાં લાંબા અંતરે પ્રહાર કરવા સક્ષમ ડ્રોનનાં અભિયાનમાં દેશની ઉપરથી પસાર થતાં નાગરિક વિમાનો માટે પણ ખતરો પેદા કરશે. ઝેલેંસ્કીએ આડકતરી રીતે કહી દીધું હતું કે, રશિયાનાં આકાશમાં પણ હવે સુરક્ષિત દિવસો સમાપ્ત થઈ ગયા છે.

ઝેલેંસ્કીની આ ધમકીનો રશિયાની સજ્જડ જવાબ આપતાં કાર્યવાહી કરી હતી અને રાજધાની કીવ ઉપરાંત યુક્રેનનાં ઓડેશા શહેરમાં મિસાઈલો અને ડ્રોનનો વરસાદ કરી નાખ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક