• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

avshan nodh

ચલાલા નગરપાલિકાના સદસ્ય શિવરાજભાઈ વાળાના પિતા દરબાર બીછુભાઈ વાળાનું અવસાન

ચલાલા (દાનભગત) ચલાલા નગરપાલિકાના વર્તમાન સદસ્ય શિવરાજભાઈ વાળા તેમજ ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ.રાજુભાઈ વાળાના પિતા તથા જિલ્લા ક્ષત્રિય સમાજના આગેવાન દિલુભાઈ વાળાના ભાઈ, જુના ચરખાના વીર ચાંપરાજવાળાના મૂળ વંશજ દરબાર બીછુભાઈ દાદાભાઈ વાળાનું તા.8 ના ચલાલા મુકામે 75 વર્ષની વયે અવસાન થતાં ક્ષત્રિય સમાજ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. સદ્ગત દરબારશ્રી બીછુભાઈ વાળા સહજ, સરળ, મળતાવડા અને માયાળુ સ્વભાવના હતા. સરળ અને નિખાલસ જીવનવ્યવહારથી તેમણે પરિવારજનો, સગાસંબંધીઓ તેમજ સમાજમાં આગવું સ્થાન બનાવ્યું હતું. અંતિમ સ્મશાનયાત્રામાં રાજકીય તથા સામાજિક આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, જ્ઞાતિજનો અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. વાળા પરિવારને સાંત્વના પાઠવી તેમના દુઃખમાં સહભાગી બન્યા હતા.

ચક્ષુદાન તેમજ સ્કિનદાન

રાજકોટઃ શાહ પરિવારના પ્રમોદરાય લક્ષ્મીચંદ શાહ (.88) નું અવસાન થતા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીના પ્રયાસથી શાહ પરિવારના મનીષભાઇ શાહ, ધર્મેશભાઇ શાહે સ્વ. પ્રમોદરાય લક્ષ્મીચંદ શાહના બન્ને ચક્ષુઓનું દાન તેમજ સ્કિનદાન કરવાનો સમાજ ઉપયોગી નિર્ણય લીધો હતો. ચક્ષુદાનમાં અર્હમ ફાઉન્ડેશનના આંખના સર્જન ડો. ધર્મેશભાઇ શાહ તેમજ તેમની ડોકટર્સની ટીમ દ્વારા સેવા અર્પણ કરાઇ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી સ્કિન બેન્કમાં સ્કિન અર્પણ કરવામાં આવેલ છે.

ગુજરાત રણજી ટ્રોફી ટીમના પૂર્વ કપ્તાન નિરંજન મહેતાનું નિધન

રાજકોટઃ ગુજરાત ટીમના ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અને કેપ્ટન નિરંજન મહેતાનું અમેરિકા ખાતે નિધન થયું છે. નિરંજન મહેતાએ તેમની સફળ કારકિર્દી દરમિયાન દુલિપ ટ્રોફી પશ્ચિમ વિભાગની ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. તેઓ મુળ રાજકોટના હતા. તેમણે કેલિફોર્નિયા ખાતે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં પણ રમી ચુક્યા હતા. એક સમયે નિરંજન મહેતા ભારતીય ટીમના સંભવિત ખેલાડી પણ હતા. તેમના ભાઈ અતુલ મહેતા મુંબઈ ટીમ તરફથી રમતા હતા. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અજીત વાડેકર, અશોક માંકડ, એકનાથ સોલકર અને બ્રિજેશ પટેલ જેવા દિગ્ગજ ક્રિકેટર સાથે તેમની ક્રિકેટ સફર રહી છે.

ગોંડલ સંપ્રદાયના સરલાબાઇ મહાસતીજી કાળધર્મ પામ્યાઃ આજે ગુણાનુવાદ સભા

રાજકોટઃ સ્થાનકવાસી જૈન સંઘ (ગોંડલ સંપ્રદાય) સંચાલિત પ્રભુલાલ મુળજી મહેતા- જૈન ઉપાશ્રય, સ્ટેશન પ્લોટ, ધોરાજી ખાતે અમૃતબાઇ, સમજુબાઇ ..ના શિષ્યા, સરલાબાઇ .. 86 વર્ષની દીક્ષાપર્યાય સહિત તા.31ને સોમવારે બપોરે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે. સાંજે તેમની પાલખીયાત્રા નીકળી હતી. અમરાપરમાં ચલાલા નિવાસી માતા ચંદનબેન અને પિતા, મગનભાઇ મૂળચંદ લાખાણીના પુત્રી,, સરલાબેનને તા.15-5-1967 અખાત્રીજના તપસમ્રાટ રતિલાલજી .. દીક્ષા મંત્ર અર્પણ કરેલ હતો. ગુણાનુવાદ સભા તા.1ના સવારે 10 કલાકે ધોરાજી ખાતે  યોજાશે. એમ્બીવેલી બિરાજીત ધીરગુરુદેવે ગુણાંજલિ અર્પણ  કરી હતી.

ચક્ષુદાન

 ગોંડલઃ ખડ વંથલીના નંદુબેન નાગજીભાઇ સીદપરાનું અવસાન થતા પરિવારજનોએ સ્વ.નંદુબેનના ચક્ષુદાન કરવા અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજીના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને ડો. કાર્તિક ડાભી અને મેડિકલ ટીમના રોહિતભાઇ સોદરવા, નીતીનભાઇ ચુડાસમા વગેરેએ પોતાની સેવાઓ બજાવી હતી. તકે જેન્તીભાઇ સીદપરા, નિલેશભાઇ સીદપરા, પરસોતમભાઇ સીદપરા, નાથાભાઇ સીદપરા, કેશુભાઇ સીદપરા, ગૌતમભાઇ સીદપરા વગેરે હાજર હતા.

રાજકોટઃ રાજલભાઇ મહેતા તે સ્વ. શ્રીમતી માલવિકાબેન ભગીરથભાઇ મહેતાના પુત્ર, સુહંતભાઇ (િકશોર ડાઇઓ ફાર્મ પ્રા.લી.), પૌલોમિબેન પંકજભાઇ દેસાઇના ભાઇ, સ્વ. જુલીબેનના પતિ, કાશ્મીરાબેનના દિયર, વિધિ તથા મિત (મીતાશુ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ કમ્પાલા)ના પિતા, નિકુંજભાઇ, પૂજાના સસરા, રુત્વા, કૃતાર્થ, દેવ તથા માહીના કાકાનું અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.1 ના સાંજે 4-30 થી 6 રાષ્ટ્રીય શાળા રાજકોટ ખાતે રાખેલ છે.

ગોંડલઃ મોઇઝભાઇ રોશનઅલી સાદીકોટ તે સકીનાબેનના પતિ, નકીયાબેન બુરહાનભાઇ (મોરબી)ના પિતા, . મુસ્તાકભાઇ, હાતીમભાઇ, જૂજરભાઇ, માસુમાબેન ફખરુદીનભાઇ (જેતપુર)ના ભાઇ, જૈનબબેન અલીભાઇ (રાજકોટ)ના કાકાનું તા.31ના વફાત થયા છે. જિયારતના સીપારા તા.2 ના સવારે 11-30 કદીમ મસ્જિદ આંબલી શેરી, ગોંડલ છે.

રાજકોટઃ ગુર્જર સુતાર નયનાબેન ભરતભાઇ ભાડેશિયા (.62)  (રી. કોર્ટ કર્મચારી) તે સ્વ. ભરતભાઇ દયાળજીભાઇ ભાડેશિયા (ખોરાણા)ના પત્ની, ડો. હાર્દિક ભરતભાઇ ભાડેશિયા (એનએફએસયુ)ના માતા, નિકિતાના સાસુ, વેદાંત અને ખનકના દાદી, સ્વ. પ્રવિણચંદ્ર મગનલાલ માધાણી (જેતપુર)ના પુત્રીનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.3 નાં સવારે 10 થી 11-30 ફળેશ્વર મહાદેવ મંદિર, ભોમેશ્વર સોસાયટી શેરી નં.8, 2- બજરંગવાડી, રાજકોટ છે.

ભાટિયાઃ જામનગર નિવાસી નરશીદાસ વલ્લભદાસ ગોકાણી (કલ્યાણપુર વાળા)ના પત્ની નીશાબેન (.56) તે સ્વ.વલ્લભદાસ મનજીભાઇ ગોકાણીના પુત્રવધૂ, ધવલભાઇ, નિખિલભાઇ તથા એકતાબેન કેયુરકુમાર સોનૈયાના માતા તેમજ રિધમના દાદી તથા સ્વ. જીવણદાસ વનરાવનભાઇ સવજાણી (ખીરસરા વાળા)ના પુત્રીનું તા.31ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા તેમજ પિયર પક્ષની સાદડીઃ તા.2ને બુધવારે સાંજે 4 થી 4-30 ભાઇઓ તથા બહેનો માટે પાબારી હોલ ખાતે રાખેલ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક