બગસરા: બગસરાના રાજગોર બ્રાહ્મણ નંદલાલભાઇ દલપતભાઇ બામટા (ઉં.63)નું આજે અવસાન થયું હતું. તેઓ સમસ્ત બ્રહ્મસમાજના મંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. સ્વામીનારાયણ મંદિર ટેમ્પલ બોર્ડ ચેરમેન તરીકે પર ખુબ લાંબો સમય સેવા આપી હતી. તેમની અંતિમયાત્રામાં સ્વામિનારાયણ સંતોએ ખાસ લાલાજી મહારાજના આદેશ અને આશીર્વાદ આપવા, સૌરાષ્ટ્રભરમાંથી હરિભકતો તેમજ શહેરની વિવિધ સંસ્થાઓ સમસ્ત બ્રહ્મસમાજના લોકો અને વિવિધ સમાજના આગેવાનોએ હાજરી આપી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
મોરબી:
અરૂણભાઇ (ઉ.62) (િવદ્યુત કાર્યાલય) તે સ્વ. ભગવાનજીભાઇ કાંતિલાલ શાહના પુત્રનું તા.20ના
અવસાન થયું છે. તમામ લૌક્કિ વ્યવહાર બંધ છે.
રાજકોટ:
જગદીશચંદ્ર હીરાલાલ કોઠારી (ઉ.85) તે બિંદુબેન, જાગૃતિબેન, બીનાબેન, સોનલબેન, દિપ્તીબેન
તથા રાજેશભાઇના પિતાનું તા.21ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.22ને મંગળવારે સવારે
10-30 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી રૈયા સ્મશાન ગૃહ માટે નીકળશે.
પોરબંદર:
રમણીકલાલ કાંતિલાલ તકવાણી (ઉ.74) તે ધીરજલાલ, સ્વ. જેન્તીભાઇ, કિશોરભાઇ, વિજયભાઇ,
(જામનગરવાળા) ઇલાબેન કિરીટભાઇ દતાણીના ભાઇ તથા ભાવિકાબેન નીતિનભાઇ સેજપાલ, અમી પ્રિજેશભાઇ
બદિયાણી અને આરતીબેન નિલયભાઇ બુધદેવના પિતા, તેમજ સ્વ. વિઠ્ઠલદાસ પોપટલાલ વસાણી (અમરેલી)ના
જમાઇનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થના સભા અને સસરા પક્ષની સાદડી: તા.23 ને બુધવારે
4-15 થી 4-45 પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુકત
રાખેલ છે.
માણાવદર:
ચૌહાણ રમાબેન અશોકભાઇ (ઉ.72) તે કૌશિકભાઇ, રાકેશભાઇ, વિપુલભાઇના માતાનું તા.21ના અવસાન
થયું છે. બેસણુ: મુ. ખાંભલા ગામે તા.24ને ગુરૂવારે સાંજે 4 થી 6 સતવારા સમાજ, ખાંભલા
ગામે રાખેલ છે.