• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

ઈરાનને ફૂંકી નાખવાની ટ્રમ્પની ધમકી

ઈરાને કહ્યું, અમેરિકાને સાથ આપનારા દેશો પણ યુદ્ધનાં ભાગીદાર : કોઈ રહેમ નહીં

 

નવી દિલ્હી, તા.21: ઈરાન સામે હવે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આરપારની લડાઈનાં મૂડમાં હોય તેવી ડરામણું ચિત્ર ઉપસી રહ્યું છે. ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, હવે ફેંસલાનો વખત આવી ગયો છે અને આરપારનો સમય પાકી ગયો છે. ઈરાને અમેરિકા સામે સમાધાન માટે શરતો મૂક્યા પછી ટ્રમ્પે આ ધમકી અને ચેતવણી આપી હતી. તો બીજીબાજુ ઈરાને અમેરિકાનાં સહયોગી દેશોને ધમકાવતા કહ્યું હતું કે, અમેરિકાને સાથ આપતા દેશોને પણ યુદ્ધનો હિસ્સો જ માનવામાં આવશે અને તેમનાં ઉપર પણ કોઈ રહેમ કરવામાં નહીં આવે.

ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, યુદ્ધમાં હવે નિર્ણાયક ઘડી આવી ચૂકી છે અને આનાં માટે મન બનાવી લેવામાં આવ્યું છે. બહુ જલ્દી કંઈક મોટું થવાનું છે. જો ઈરાની શાસન પોતાનો કારભાર ઠીક નહીં કરે તો કંઈપણ બની શકે છે. મારો સવાલ એ છે કે, આ દેશને હું ક્યારે ઉડાવી નાખું? તેમણે હવે બહેતર ઢબે વ્યવહાર કરવાનો છે. ટ્રમ્પે ઈરાનને યુદ્ધ સમાપ્ત કરવાનાં ત્રણ વિકલ્પ આપ્યા છે. જેમાં ઈરાનને તબાહ કરી નાખવું, ઈરાનની આર્થિક કમર ભાંગી નાખવી અને ઈરાન સાથે ચુપચાપ ડીલ કરી નાખવાનું કહેવામાં આવે છે.

ટ્રમ્પે ધમકી આપ્યા બાદ ઈરાને જવાબી પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, અમેરિકા અને તેનાથ સાથી દેશોએ ઈરાન સામે કોઈ નવી સૈન્ય કાર્યવાહી કરી તો તેનો જવાબ બહુ આકરો આવવાનો છે. પશ્ચિમ એશિયામાં મોજૂદ અમેરિકાનાં ઠેકાણા અને હિતો ઉપર સતત અને અસરદાર હુમલા કરવામાં આવશે. જે હુમલા દર્દનાક બનવાનાં છે. અમેરિકાનો સાથ આપતા દેશોને પણ યુદ્ધનાં ભાગીદાર માનવામાં આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક