પુરુષોની 10 મીટર રાઇફલ વ્યક્તિગત ઇવેન્ટમાં, હિમાંશુ ઢિલ્લોને સિલ્વર અને રુદ્રાંશ પાટીલે બ્રોન્ઝ મેડલ જીત્યો, ટીમ ઇવેન્ટમાં સિલ્વર મળ્યો, એમએમએ ઇવેન્ટમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ
નવી
દિલ્હી, તા.21 : જાપાનના આઇચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સના બીજા દિવસે પણ
ભારત સુવર્ણ પદકથી વંચિત રહ્યું હતું. જોકે, મેડલ જીતવાનો સિલસિલો અકબંધ રહ્યો છે.
સોમવારે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા દેશના ખાતામાં વધુ ચાર મેડલ ઉમેર્યા
હતા. આ સાથે જ બે દિવસની સ્પર્ધાના અંતે ભારતની કુલ મેડલ સંખ્યા 6 પર પહોંચી ગઈ છે.
જેમાં 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
સોમવારે
ભારતે જીતેલા ચાર મેડલમાંથી ત્રણ મેડલ નિશાનેબાજોએ (શાટિંગ રેન્જમાં) અપાવ્યા હતા.
તેમજ ફાઇટર સુચિકા તરિયાલે એમએમએ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.
આજે નિશાનેબાજોનો દબદબો જોવા મળ્યો હતો. મેન્સ 10 મીટર એર રાઇફલની ઇન્ડિવિડ્યુઅલ ઇવેન્ટમાં
ભારતીય શૂટરોએ એકાગ્રતાનો અદભુત નમૂનો રજૂ કર્યો હતો. ફાઇનલમાં હિમાંશુ ઢિલ્લોને
252.4 અંક સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે સ્ટાર ભારતીય શૂટર રુદ્રાક્ષ
પાટીલે 230.9 અંક મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટમાં ચીનના શૂટર શેગ લિહાઓએ
254.2 અંક સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.
ટીમ
ઇવેન્ટમાં પણ ભારતીય શૂટરોની ત્રિપુટીએ કમાલ કરી બતાવી હતી. પાર્થ માને, રુદ્રાક્ષ
પાટીલ અને હિમાંશુ ઢિલ્લોનની ભારતીય ટીમે સંયુક્ત રીતે શાનદાર પ્રદર્શન કરતા 1890.1
અંક સાથે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું અને દેશને વધુ એક સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ
ટીમ ઇવેન્ટમાં ચીનની ટીમે 1899.9 અંક સાથે ટોચ પર રહીને સુવર્ણ પદક જીત્યો હતો.
ભારતીય
પુરુષ બેડમિન્ટન ટીમ મેડલથી માત્ર એક પગલું દૂર
ભારતીય
પુરુષ બેડમિન્ટન ટીમે એશિયન ગેમ્સમાં આક્રમક અંદાજમાં સફળ શરૂઆત કરી છે. સોમવારે ભારતે
બાંગ્લાદેશને 3-0 થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં શાનથી પ્રવેશ મેળવ્યો છે. આ કારમી હાર
સાથે જ એશિયન ગેમ્સની પુરુષ બેડમિન્ટન ટીમ ઇવેન્ટમાં બાંગ્લાદેશની સફરનો હવે સત્તાવાર
રીતે અંત આવી ગયો છે. ભારતીય ટીમની આ વિજયકૂચમાં સ્ટાર શટલર્સ લક્ષ્ય સેન, આયુષ શેટ્ટી
અને અનુભવી કિદામ્બી શ્રીકાંતે મહત્વની ભૂમિકા ભજવી હતી. બાંગ્લાદેશને પરાસ્ત કર્યા
બાદ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશેલી ભારતીય ટીમનો આગામી મુકાબલો મંગળવારે મજબૂત મનાતી
જાપાનની ટીમ સામે થશે.
ભારતે
ટેબલ ટેનિસમાં પાકિસ્તાનને 3-0થી હરાવ્યું
પુરુષ
અને મહિલા એમ બંને કેટેગરીમાં વિજય
ભારતીય
પુરુષ ટેબલ ટેનિસ ટીમે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. આ હાઈ-વોલ્ટેજ મનાતા મુકાબલામાં
ભારતીય પેડલર્સના આક્રમક પ્રદર્શન સામે પાકિસ્તાની ટીમ સાવ વામણી પુરવાર થઈ હતી. પ્રથમ
મેચમાં ભારતના સ્ટાર ખેલાડી હરમીત દેસાઈએ શાનદાર શરૂઆત કરતા પાકિસ્તાનના મોહમ્મદ ખાનને
સીધી ગેમમાં 11-4, 11-3, 11-5થી આસાનીથી પરાજય આપ્યો હતો. ત્યારબાદ બીજી મેચમાં અનુભવી
જી. સાથિયાને પણ પોતાનો ક્લાસ બતાવ્યો હતો અને અબ્બાસ ખાનને 11-1, 11-8, 11-9 થી હરાવીને
ભારતને 2-0ની મજબૂત સરસાઈ અપાવી દીધી હતી. ત્રીજી અને નિર્ણાયક મેચમાં યુવા ખેલાડી
પાયસ જૈને પાકિસ્તાનના મોહમ્મદ ખાનને હરાવીને પાકિસ્તાનની હાર પર મહોર મારી દીધી હતી.
પુરુષ
ટીમની સાથે ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે પણ પાકિસ્તાન સામે પોતાનો દબદબો કાયમ રાખ્યો
હતો. મહિલા ટેબલ ટેનિસ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 3-0થી કચડીને એકતરફી જીત હાંસલ
કરી હતી. આ આસાન વિજયમાં સુતીર્થા મુખર્જી, સિન્ડ્રેલા દાસ અને શ્રીજા અકુલાએ શાનદાર
પ્રદર્શન કર્યું હતું. આ ત્રણેય ભારતીય પેડલર્સે પોતપોતાની મેચ સીધા સેટમાં જીતીને
પાકિસ્તાની ટીમનો સ્પર્ધામાંથી સંપૂર્ણપણે સફાયો કરી નાખ્યો હતો.