શ્રીલંકાને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ આપી 269 રાટિંગ પોઈન્ટ્સ સુધી પહોંચ્યું
નવી દિલ્હી, તા.20 : ઇંગ્લેન્ડે શ્રીલંકાને ત્રીજી
ટી20 મેચમાં 8 વિકેટે કચડીને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરવાની સાથે જ આઈસીસી ટી20
રેન્કિગમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. ભારત અને ઇંગ્લેન્ડ બંનેના સમાન 269-269 રાટિંગ
પોઈન્ટ્સ છે, ઇંગ્લેન્ડ પ્રથમ અને ભારત બીજા ક્રમે ધકેલાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે,
ટીમ ઇન્ડિયાએ તાજેતરમાં જ અફઘાનિસ્તાનને ઝ20 સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું.
થોડા મહિનાઓમાં ઇંગ્લેન્ડની ટીમે બીજી વખત ટી20 રેન્કિગમાં
નંબર-1નો તાજ પહેર્યો છે. ભારતને આયર્લેન્ડ સામે 0-2 અને ઇંગ્લેન્ડ સામે 0-4થી શરમજનક
હારનો સામનો કરવો પડયો હતો. આ 6 મેચોની સળંગ હારની ટીમ ઇન્ડિયાના રેન્કિગ પર નકારાત્મક
અસર પડી હતી.
તે
સમયે ઇંગ્લેન્ડે ભારતનો વ્હાઇટવોશ કરીને પહેલીવાર નંબર-1 નું સ્થાન હાંસલ કર્યું હતું.
જોકે, ત્યારબાદ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાએ શાનદાર વાપસી કરીને ફરીથી
પ્રથમ સ્થાન મેળવી લીધું હતું, પરંતુ હવે ઇંગ્લેન્ડે ફરીથી પહેલું સ્થાન મેળવ્યું છે.
આગામી 22 સપ્ટેમ્બરના રોજ ભારત જાપાન સામે ટી20 મેચ રમશે. આ મેચ જીતીને ટીમ ઇન્ડિયા
ફરી એકવાર નંબર-1 બનવા પ્રયત્ન કરશે. એશિયન ગેમ્સની મેચ જીતી ગોલ્ડ મેળવવા પર પણ ટીમની
નજર છે.