• બુધવાર, 01 મે, 2024

avsan nondh

દેહદાન

રાજકોટ : તરલિકાબેન નરેન્દ્રકુમાર કોઠારીનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી દેહદાન કરેલું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 46મું દેહદાન છે. આ દેહદાન અમિતભાઈ દેસાઈના સહયોગથી થયેલું છે.

માંગરોળ : શારદાગ્રામ (શાપુર)ના લલીતભાઈ કુંવરજીભાઈ દાવડા (ઉં.73) તે સ્નેહલભાઈ, નિકુંજભાઈ, દિપ્તીબેન પરાગભાઈ વિઠલાણી (અમદાવાદ)ના પિતા, તે નરેશભાઈ (કેશોદ), અજીતભાઈ (જેતપુર), સરલાબેન કલ્પેશભાઈ રૂપારેલિયા (જૂનાગઢ), રેખાબેન (જેતપુર)ના મોટાભાઈ તથા ઉત્સવ, કીર્તન, રીવાબેનના દાદા અને ખનક તથા પ્રિનિતના નાના તેમજ કેશોદના જયંતીલાલ મણીલાલ જસાણીના બનેવીનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું તા.15ને સોમવારે 5થી 6, માંગરોળની લોહાણા મહાજન વાડી ખાતે છે.

રાજકોટ : સ્વ.રાજુભાઈ વાલજીભાઈ મકવાણા તે સ્વ.વાલજીભાઈ સુંદરજીભાઈ મકવાણાના પુત્રનું તા.13ને શનિવારે અવસાન થયું છે. બેસણું તા.15ને સોમવારે સાંજે 5થી 7, પારિજાત રેસિડેન્સી બ્લોક નં.43, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: દિલીપસિંહ રણજીતસિંહ જાડેજા (ઉં.80) ખિરસરા (રણમલજી) હાલ રાજકોટ તા.13ને શનિવારે અવસાન થયું છે. બેસણું સોમવારે તા.15ના સાંજે 4થી 6, ઉત્તરક્રિયા તા.19ના શુક્રવારે સવારે 10 કલાકે, સદ્ગુરુ તીર્થધામ, ડી-102, રૈયા રોડ, રાજકોટ ખાતે છે.

રાજકોટ : જેરામભાઈ નાનજીભાઈ ગોહેલ (ઉં.77) તે ભૂપેન્દ્રભાઈ, મનિષભાઈના પિતાનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.15ને સોમવારે સાંજે 4-30થી 6-30, ફળેશ્વર મંદિર, પુનિતનગર 1-એ, બજરંગવાડી, જામનગર રોડ છે.

રાજકોટ: સ્વ.સુરેશભાઈ ચત્રભુજભાઈ શનિશ્ચરાનાં પત્ની ધર્મિષ્ઠાબેન સુરેશભાઈ શનિશ્ચરા તે સ્વ.નટવરલાલ, સ્વ.હરજીવનભાઈ ચંદ્રકાંતભાઈના નાનાભાઈના ંપત્ની, તે પૂર્વીબેન કલ્પેશકુમાર જાજલ, પિન્કીનાં માતુશ્રી, તે શૌર્યનાં નાની, તે સ્વ.દીપકભાઈ, અરુણભાઈ, મુકુંદભાઈ, મંગલેશભાઈ તથા નિરંજનભાઈનાં કાકીનું તા. 13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.15ને સોમવારે સાંજે 5થી 6, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરાની વાડી, પેડક રોડ, પટેલ વાડી પાસે, રાજકોટ ખાતે છે.

સાવરકુંડલા: પુરુષોત્તમભાઈ હિરજીભાઈ મારૂ (ઉં.69) તે મુકેશભાઈ, ભાવેશભાઈના પિતાનું તા.13ના અવસાન થયું છે. સાદડી તા.15ને સોમવારે સાંજે 4થી 6, પરેખ વાડી, કોર્નરની વાડી, સાવરકુંડલા છે.

રાજકોટ: મનોજભાઈ શામજીભાઈ દેવાણી તે સ્વ.શામજીભાઈ ગોરધનદાસ દેવાણીના પુત્ર, તે વિભાબેનના પતિ, તે મનન અને દેવેનના પિતા, તે કાંતિભાઈ અને મહેશભાઈના ભાઈ, તે મંજુબેન કોટીચા (હૈદરાબાદ), વિલાસબેન દાવડા (રાજકોટ), રંજનબેન પ્રશનાની (ડીંડોરી), જશીબેન ઠક્કર (મુંબઈ), ગીતાબેન ગણાત્રા (રાજકોટ), રમીલાબેન થોભાણી (અમદાવાદ), ભાનુબેન દત્તાણી, સુશીલાબેન બુદ્ધદેવના ભાઈ, તે સ્વ.રતિલાલલ ભગવાનજી સૂચક (બગસરા)ના જમાઈનું તા.13ને શનિવારે અવસાન થયું છે. બેસણું તા.15ને સોમવારે સાંજે 5થી 6, રાષ્ટ્રીય શાળા, રાજકોટ ખાતે છે.

વાવડી-આદ્રી: પલ્લવીબેન સરમણભાઈ જોટવા (ઉં.11) તે સરમણભાઈ હાજાભાઈ જોટવાની પુત્રી તથા નાજાભાઈ હાજાભાઈ જોટવાનાં ભત્રીજીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.15ને સોમવારે છે.

ઉપલેટા: રશ્મિબેન (રમીલાબેન)(ઉં.63) તે હિતેષભાઈ સૂચકનાં પત્ની, તે સ્વ.લાલજીભાઈ પુરુષોત્તમભાઈ ફુલવંદાનાં પુત્રી, તે નયનભાઈ, મુકેશભાઈ અને રાકેશભાઈનાં બેનનું તા.13ના શનિવારે અવસાન થયું છે. બેસણું તા.15ને સોમવારે સાંજે 5થી 6, નિલકંઠ મહાદેવ મંદિર, દ્વારકાધીશ સોસાયટી, ઉપલેટા ખાતે છે.

જામનગર: ચંદ્રકાંત છોટાલાલ વૈદ્ય (ઉં.73) તે પ્રકાશભાઈ, દિપેશભાઈ તથા નિમીષભાઈના પિતા, તે નયનભાઈના મોટાભાઈ, તે શૈલેષભાઈ, આશિષભાઈના કાકા, તે હિતેશ, રવિના મોટા બાપુનું તા.13ને શનિવારે અવસાન થયેલ છે. ઉઠમણું તા.15ને સોમવારે સાંજે 5થી 5-30, પાબારી હોલ, જામનગર છે.

રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સુરેશભાઈ ઉત્તમલાલ દવે (ઉં.68) (િજલ્લા પંચાયત) તે વીણાબેનના પતિ, તે ઉત્તમલાલ શંભુશંકર દવેના પુત્ર, તે ભૂમિબેન જયભાઈ રાવલના પિતાશ્રી, તે વૃંદા અને મનના નાનાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.15ને સોમવાર સાંજે 5થી 6-30, ખોડિયાર માતાજી મંદિર, હુડકો પોલીસ ચોકી સામે છે.

રાજકોટ: ચમનભાઈ પુરુષોત્તમભાઈ કાથરાણી (ઉં.82)(ટંકારાવાળા) તે શાંતિભાઈ, ચંદ્રકાંતભાઈ, કાંતિભાઈ અને સ્વ.મુકેશભાઈના મોટાભાઈ, તે તરૂણભાઈ (મુન્નાભાઈ), આશાબેનના પિતાશ્રી, તે ભાવિક અને હીરના દાદા, તે સ્વ.ઠા.નવાગામવાળા ભગવાનજી જેઠાભાઈ બુદ્ધદેવના જમાઈનું તા.12ને શુક્રવારે અવસાન થયેલ છે. ઉઠમણું તા.15ને સોમવારે સાંજે 5થી 6, અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી, રૈયા રોડ, રાજકોટ છે.

વેરાવળ: લક્ષ્મીચંદ મોહનલાલ કારિયા (ઉં.83) તે ધર્મેશભાઈ કારિયા (ભીડિયા) તેમજ દિપ્તીબેન અશોકકુમાર જીમુડિયાના પિતા તેમજ સ્વ.લક્ષ્મીદાસ વિઠ્ઠલજી લાખણી (વેરાવળ)ના જમાઈ તા.14ના અવસાન થયું છે. બેસણું તા.15ને સાંજે 4થી 6, સોમવારે “બ્રહ્મકુંડ”, રેલવે સ્ટેશન નજીક રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક