• બુધવાર, 01 મે, 2024

avsan nondh

ચક્ષુદાન

ધોરાજી: જેતપુર તાલુકાના મંડલીકપુરના સાકરબેન કાનજીભાઈ રાદડિયાનું અવસાન થતા પરિવારજનોએ ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો હતો. માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા, સાગર સોલંકીને જાણ કરતા ધોરાજી સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિકક્ષ ડો.જયેશ વેસેટીયન, સેવાભાવી ડો.િનકુંજ ચોવટિયા વગેરેએ ચક્ષુદાનની સેવાઓ બજાવી હતી. આ તકે હરેશભાઈ રાદડિયા, ભાવેશભાઈ, કાનજીભાઈ, મોહનભાઈ, પ્રફુલ્લભાઈ, રાજેશભાઈ વગેરે ઉપસ્થિત હતા.

ચક્ષુદાન

રાજકોટ : મૂળ જસદણના હાલ રાજકોટ મોઢવણિક સમાજના સ્વ.પ્રવિણચંદ્ર કરસનજીભાઈ ભાડલિયા (બટુકભાઈ)નું અવસાન થતા કિશોરભાઈ ભાડલિયાની પ્રેરણાથી તેઓના પુત્રો જતીનભાઈ, આશિષભાઈ અને પરિવારજનોએ પિતાશ્રીના ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. ચક્ષુદાન વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી, કન્વીનર અનુપમભાઈ દોશી અને જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટી ચેરમેન, આઈ ડોનેશન ડ્રાઈવના ઉપેનભાઈ મોદી દ્વારા થયેલ. ડો.ધર્મેશ શાહ દ્વારા ચક્ષુનો સ્વીકાર કરેલ.

છોડવડી : ભીખાભાઈ ગોરધનભાઈ ઠુંમર (ઉં.80) તે જેન્તીભાઈ, નરેન્દ્રભાઈ ઉકાભાઈ ઠુંમરના મોટાબાપાનું તા.13ના અવસાન થયું છે.

કુતિયાણા: ઈશ્વરિયા નિવાસી વૃજલાલ દિવેશ્વર રાવલ (ઉં.72) તે મનોજભાઈ, પ્રણવભાઈ, નિરજભાઈ, પ્રફુલ્લાબેન અને નિશાબેનના પિતાશ્રીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.18મીએ બપોરે 3થી 5 તેમના નિવાસ સ્થાને છે.

રાજકોટ: લાખચોકિયા નિવાસી વિહાભાઈ ઘુસાભાઈ કુકડિયા તે દેવાભાઈ, સ્વ.રવિન્દ્રભાઈ, જાદવભાઈ, વિનાભાઈ, આંબાભાઈ, ધીરૂભાઈના પિતાનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ના ચોટીલા, મુ.લાખચોકિયા ખાતે છે.

વેરાવળ: ભાનુબેન ધરમશીભાઈ ફોટુંડી (ઉં.78) તે જયંતભાઈ, દિલીપભાઈ, પંકજભાઈ, અનસુયાબેનના માતુશ્રી, તે ડો.પ્રવિણભાઈ આંજણીના સાસુનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું તા.21ના બપોરે 3 વાગ્યે, કામનાથ મંદિર, ખારવાવાડ

ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક