મોરબી, તા.1 (ફૂલછાબ ન્યૂઝ): ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ યુદ્ધને પગલે ગેસ અને તેલની કટોકટી સર્જાઈ હતી જેને પગલે અનેક ઉદ્યોગોને અસર પહોંચી હતી મોરબીના સિરામિક ઉદ્યોગને પણ ગેસ કટોકટીને પગલે માર્ચ મહિનાથી ઉત્પાદન બંધ કરવું પડયું હતું અને એપ્રિલ માસ આખો સંપૂર્ણ બંધ પાળવાનો એસોસિયેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને આશરે દોઢ માસ બાદ સિરામિક ઉદ્યોગ પુન: ધમધમતો થયો છે
મોરબી સિરામિક એસો પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ સિરામિક
ઉદ્યોગ પુન: શરૂ થવા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગેસ કટોકટીને પગલે 15 દિવસ
સ્વૈચ્છિક ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો બાદમાં એપ્રિલ માસમાં પણ મોટાભાગના
એકમો બંધ હતા 15 એપ્રિલથી 250 ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી અને આજે 1 મેથી 575 સિરામિક
ફેક્ટરીઓમાં ઉત્પાદન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે થોડી ઘણી બાકી રહેલી ફેકટરીમાં શ્રમિકો
હજુ પહોંચ્યા નથી અને રસ્તામાં છે જે આવી પહોંચતા આગામી 2-4 દિવસમાં બાકી ફેક્ટરીઓ
પણ શરૂ થઇ જશે. ગેસ સપ્લાય અંગે જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગ પાસે પ્રોપેન અને
ગુજરાત ગેસ એમ બે વિકલ્પ હતા જેમાં હાલ પ્રોપેન ગેસ ઉપલબ્ધ નથી અને ગુજરાત ગેસ પાસે
પુરતો પુરવઠો હોવાથી તમામ ફેકટરીઓ ગુજરાત ગેસના નેચરલ ગેસના વપરાશ સાથે પુન: શરૂ થઇ
ગઈ છે તો એક્સપોર્ટ અંગે જણાવ્યું હતું કે યુદ્ધને પગલે જીસીસી દેશોમાં બંધ હતું અને
કેટલાક વેસલ ખાડી દેશોમાંથી પસાર થતાં હોવાથી તેને અસર પહોંચી હતી બાકી અન્ય દેશોમાં
એક્સપોર્ટ ચાલુ જ છે