મિચેલ સ્ટાર્કની 3 વિકેટ
જયપુર
તા.1: રિયાન પરાગની 90 રનની કેપ્ટન ઇનિંગ પછી ડેથ ઓવર્સમાં ડેનોવાન ફરેરાના 6 છક્કાથી
વિસ્ફોટક 47 રનની મદદથી દિલ્હી કેપિટલ્સ વિરૂધ્ધ રાજસ્થાન રોયલ્સે 6 વિકેટે 22પ રનનો
મજબૂત સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન રિયાન પરાગે પ0 દડામાં 8 ચોક્કા અને પ છક્કાથી 90
રનની આક્રમક ઇનિંગ રમી સીઝનમાં પહેલીવાર ફોર્મ ઝળકાવ્યું હતું. જયારે આરઆર માટે સરપ્રાઇઝ
પેકેજ બની ગયેલા આફ્રિકી ઓલરાઉન્ડર ફરેરાએ ડેથ ઓવર્સમાં પાવર હિટિંગ કરીને ફકત 14 દડામાં
2 ચોક્કા અને 6 છક્કાથી અણનમ 47 રન કરી દિલ્હી કેપિટલ્સને ભીંસમાં લાવી દીધું હતું.
ફરેરાની આતશબાજીથી આરઆરના સ્કોરમાં આખરી 3 ઓવરમાં પ4 રનનો ઉમેરો થયો હતો.
રાજસ્થાનની
શરૂઆત સારી રહી ન હતી. યશસ્વી જયસ્વાલ 6 અને વન્ડર બોય વૈભવ સૂર્યવંશી 4 રને આઉટ થયા
હતા. 12 રનમાં 2 વિકેટ પડી ગયા પછી ધ્રુવ જુરેલ અને કેપ્ટન રિયાન પરાગ વચ્ચે ત્રીજી
વિકેટમાં પ9 દડામાં 102 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. જુરેલ 30 દડામાં 4 ચોક્કા-1 છક્કાથી
42 રને આઉટ થયો હતો. રવીન્દ્ર જાડેજાએ 20 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી સીઝનનો
પ્રથમ મેચ રમી રહેલ ઓસ્ટ્રેલિયન સ્ટાર મિચેલ સ્ટાર્કે 40 રનમાં 3 વિકેટ લીધી હતી. જેમિસન,
અક્ષર અને નટરાજનને 1-1 વિકેટ મળી હતી.