ડિમેરિટ પોઇન્ટ પણ મળ્યો : ટીમના અધિકારીઓને કડક સજાની સંભાવના
નવી
દિલ્હી, તા.30: રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ પર મેચ ફીનો 2પ ટકાનો દંડ થયો
છે અને 1 ડિમેરિટ પોઇન્ટ મળ્યો છે. ન્યૂ ચંદિગઢમાં પંજાબ કિંગ્સ મેચ દરમિયાન રિયાન
પરાગ રાજસ્થાન રોયલ્સના ડ્રેસિંગ રૂમમાં વેપ કરતો (ઇ-સીગારેટ ફૂંકતો) કેમેરામાં કેદ
થયો હતો. બીસીસીઆઇએ આજે આ મામલે કહ્યું છે કે પરાગે આઇપીએલ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું
છે. તેણે પોતાની ભુલ સ્વીકારી લીધી છે અને મેચ રેફરી અમિત શર્મા દ્વારા મળેલી સજા માન્ય
રાખી છે.
મહત્ત્વની
વાત એ છે કે આ મામલે બીસીસીઆઇ રાજસ્થાન રોયલ્સ ટીમના અધિકારીઓ અને પરાગ સહિતના અન્ય
ખેલાડીઓ પર કડક કાર્યવાહીના વિકલ્પ વિચારી રહી છે. જેથી આઇપીએલની પ્રતિષ્ઠા બની રહે.
અગાઉ
રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજર રોમી ભિંડર 10 એપ્રિલે ગુવાહાટીમાં આરસીબી વિરુદ્ધના મેચમાં
ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયા હતા. આથી તેમને પર 1 લાખનો દંડ થયો હતો.ા]