10 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર : આગામી 48 કલાકની અસહ્ય ગરમી બાદ પવન બદલાતા ગરમી ઘટશે
અમદાવાદ, તા. 1: આકરી ગરમીના
કારણે લોકો અકળાઇ ઉઠયા છે. બપોરના સમયે તો રસ્તાઓ સુમસામ બની જાય છે. તાપમાનનો પારો
હજુ નીચે આવવાનું નામ નથી લઇ રહ્યો અને પવનની ગતી પણ વધતા લૂનો પણ અહેસાસ થઇ રહયો છે.
ત્યારે આજે અમદાવાર 43.3 ડિગ્રી સાથે અગનભઠ્ઠી બની ગયું હતું અને 10 સહેરમાં ગરમીનો
પારો 40 ડિગ્રીને પાર પહોંચતા લોકોએ આકરી ગરમીનો અહેસાસ કર્યો હતો.
હવામાન વિભાગની અગાહી અનુસાર
આગામી 48 કલાક સુધી અસહ્ય ગરમી રહ્યા બાદ પશ્ચિમી ગરમ પવનોને સ્થાને દરિયાઈ ભેજવાળા
પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આગામી બે દિવસ સુધી હીટવેવની
સ્થિતિ યથાવત્ રહેશે પરંતુ ત્યાર બાદ મોટો પલટો આવવાની શક્યતા છે. દરિયાઇ ભેજવાળા પવન
ફૂંકાત ગરમી આંશિક ઘટશે પરંતુ તે થોડા સમય માટે જ રહેશે.
હવામાન વિભાગે મે મહિના માટે
સાવચેત કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં મહત્તમ અને લઘુતમ બન્ને તાપમાન સામાન્ય
કરતા ઊંચા રહી શકે છે. આનો અર્થ એ છે કે દિવસની સાથે રાત્રિના સમયે પણ ગરમીનો અનુભવ
યથાવત રહેશે. માત્ર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન નીચું રહેવાની
શક્યતા હોવાથી ત્યાં રાત્રિ દરમિયાન થોડી ઠંડક અનુભવાઈ શકે છે.