• શુક્રવાર, 01 મે, 2026

સાનિયા મિર્ઝાનો રેકોર્ડ તોડતી ડોળાસાની પ્રતિભાશાળી ખેલાડી જેન્સી કાનાબાર

નવી દિલ્હી તા.30: જૂનાગઢ જિલ્લાના ડોળાસા ગામની પ્રતિભાશાળી ટેનિસ ખેલાડી જેન્સી દિપક કાનાબારે ભારતની દિગ્ગજ ખેલાડી સાનિયા મિર્ઝાનો એક રેકોર્ડ તોડયો છે. જેન્સી કાનાબારે 14 વર્ષ અને પ મહિનાની ઉંમરે રાષ્ટ્રીય કક્ષાની આઇટીએફ ટેનિસ ટૂર્નામેન્ટના સિંગલ્સના કવાર્ટર ફાઇનલમાં પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ સાનિયા મિર્ઝાએ આ ઉપલબ્ધિ 14 વર્ષ પ મહિના 11 દિવસની ઉંમરે મેળવી હતી. નેન્સીએ બીજા રાઉન્ડમાં 22 વર્ષીય ખેલાડી સંદિપ્તી સિંઘ રાવ સામે 4 સેટ પોઇન્ટનો બચાવ કરીને 6-3 અને 7-પથી વિજય મેળવ્યો હતો. જેન્સી કાનાબાર અગાઉ પણ ઇતિહાસ રચી ચૂકી છે. તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં અન્ડર-14ના મહિલા વિભાગમાં ચેમ્પિયન બની હતી.

ઇ-પેપરના નવા શુલ્ક