• શુક્રવાર, 01 મે, 2026

ન્યૂયોર્કનાં મેયર બ્રિટનનાં રાજા પાસે માગશે ભારતનો કોહીનૂર

નવી દિલ્હી, તા.30: ન્યૂયોર્કનાં મેયર જોહરાન મમદાની બતાવી આપ્યું છે કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો પણ હજી ય તેમણે ભારતીય મૂળ સાથેનો નાતો અતૂટ રાખેલો છે. તેમનું દિલ હજી પણ હિન્દુસ્તાની છે. બ્રિટનનાં રાજા કિંગ ચાર્લ્સ તૃતીય અત્યારે અમેરિકાની યાત્રાએ છે અને મમદાનીએ સંકેત આપ્યો છે કે, જો તેમને કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત અને વાતચીતનો અવસર મળશે તો તે તેઓ કોહિનૂર હીરાનો મુદ્દો ઉઠાવશે. મમદાનીને જ્યારે કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જરા પણ અચકાયા વિના કહ્યું હતું કે, જો રાજા સાથે વાત થશે તો તેઓ કોહીનૂર હીરો પરત કરવા માટે કહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક