• શુક્રવાર, 01 મે, 2026

15 વર્ષીય બળાત્કાર પીડિતાનાં ગર્ભપાતમાં હસ્તક્ષેપ નકારતી સુપ્રીમ

આ બળાત્કારનો કેસ છે અને તેમાં ગર્ભપાતની મંજૂરી મળવી જોઈએ : સુપ્રીમ

નવી દિલ્હી, તા.30: સુપ્રીમ કોર્ટે એક 1પ વર્ષીય બળાત્કાર પીડિતાનાં 30 સપ્તાહનાં અનિચ્છિત ગર્ભને સમાપ્ત કરવાની મંજૂરી આપતાં પોતાનાં 24 એપ્રિલનાં આદેશને પલટવાની માગણી કરતી અરજી ઉપર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. દેશનાં મુખ્ય ન્યાયધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની પીઠે આ ફેંસલો કર્યો હતો. એઈમ્સે 1પ વર્ષીય પીડિતાનાં ગર્ભપાતની અનુમતી આપતાં સુપ્રીમ કોર્ટનાં નિર્ણય વિરુદ્ધ સુધારાની અરજી દાખલ કરેલી. જેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો માતાને કોઈ સ્થાયી વિકલાંગતા ન હોય તો ગર્ભપાતની મંજૂરી આપવી જોઈએ.

આ બળાત્કારનો કિસ્સો છે અને પીડિતાએ જીવનભર માનસિક આઘાત વેંઠવો પડી શકે છે. તેથી જ કોર્ટે બાળકીનાં સર્વોત્તમ હિતને ધ્યાને રાખીને આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, એઈમ્સ તરફથી કોર્ટમાં એવી દલીલ આપવામાં આવી હતી કે, ગર્ભપાત કરવામાં આવે તો સગીર માતાને જીવનભર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક