ઝઘડો
છોડાવવા વચ્ચે પડેલી પરિણીતાને પણ માર મારી માથું ફોડી નાખ્યું હતું
રાજકોટ,
તા.12 : રાજકોટની ભાગોળે આવેલા શાપર વેરાવળ વિસ્તારમાં એક યુવાનને તેના સાઢુ દ્વારા
બેફામ માર મારીને કારખાનાની છત પરથી નીચે ફેંકી દેવાની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં પોલીસે હત્યાનો
ગુનો નોંધીને આરોપીને સકંજામાં લઈ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ
અંગેની વિગતો મુજબ, શાપરના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રંગાણી કારખાના સામે આવેલા
અન્ય કારખાનાની ઓરડીમાં રહેતી
સંજુબેન
બ્રિજવિહારાસિંગ ધૂપનારાયણાસિંગ નામના પરિણીતાના પતિ બ્રિજાવિહારાસિંગ (ઉં.વ.40) સાથે
તેમની જ બહેનના પતિ આરોપી અમરેન્દ્રાસિંહ મહેન્દ્રાસિંહને ‘મારા પુત્રને અહીં કેમ રાખ્યો
છે’ તે બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાઈ ગયેલા આરોપી અમરેન્દ્રાસિંહ મહેન્દ્રાસિંહએ
તેમને બેફામ ઢીકાપાટુનો માર માર્યો હતો અને ઝઘડો છોડાવવા વચ્ચે પડેલાં પરિણીતા સંજુબેન
બ્રિજવિહારાસિંગ ધૂપનારાયણાસિંગને પણ જોરથી ધક્કો મારીને પછાડી દઈ માથું ફોડી નાખ્યું
હતું. ત્યારબાદ આરોપી અમરેન્દ્રાસિંહ મહેન્દ્રાસિંહ
માર મારતા-મારતા બ્રિજવિહારાસિંગને છતની દીવાલ પાસે લઈ જઈને ઉપરથી નીચે જમીન પર ફેંકી
દીધા હતા, અને ગંભીર ઈજા પામેલા દંપતીને મિત્ર હંસરાજ પ્રસાદની મદદથી હોસ્પિટલ ખસેડવામાં
આવ્યા બાદ સારવાર દરમિયાન બ્રિજવિહારાસિંગનું મૃત્યુ થતાં શાપર પોલીસે શરૂઆતમાં નોંધાયેલા
ગુનામાં હત્યાની કલમોનો ઉમેરો કરી આરોપીને ઝડપી પાડી આગળની વધુ તપાસ ચક્રો ગતિમાન કર્યા
છે.