મુંબઈ, તા.11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના તમામ લોકોને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સક્રિય ભાગ લેવાની હાકલ કરી હતી. તેમણે સ્વતંત્રતા દિવસ પહેલાં દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજની સાથે ઉત્સવનો માહોલ બનાવવાનો અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાને
આજે ઈન્સ્ટાગ્રામ પર અભિયાનથી જોડાયેલો એક વીડિયો શેર કરતાં લખ્યું હતું કે આવો, આપણે
ઘરેઘરમાં હર ઘર તિરંગાનો ઉત્સવ મનાવીએ. આ વીડિયો સંદેશ 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ
સમારોહથી ઠીક અગાઉ આપવામાં આવ્યો હતો.
પોતાની
વીડિયો પોસ્ટમાં પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આવો આપણે
15મી ઓગસ્ટને ગર્વ અને સન્માનની સાથે મનાવીએ, સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પિત
કરીએ અને એક વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ. દરેક ઘરમાં તિરંગા, દરેક દિલમાં તિરંગા.
ઉલ્લેખનીય છે કે હર ઘર તિરંગા અભિયાન આખા દેશમાં ઓગસ્ટ મહિના દરમ્યાન મનાવવામાં આવી
રહ્યું છે. આ અભિયાન હેઠળ લોકોને પોતાના ઘર, મકાન, કાર્યાલયો અને જાહેર સ્થળોએ તિરંગો
લગાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અભિયાનનો હેતુ માત્ર ઝંડો ફરકાવવો નહીં,
પરંતુ દરેક વ્યક્તિના મનમાં તિરંગા તરફ ગર્વ અને લગાવની ભાવનાને મજબૂત બનાવવાનો છે.