• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

ધોરાજીમાં સેન સમાજના અગ્રણી દંપતીનો ઝેરી દવા પી આપઘાત

આપઘાતનું કારણ જાણવા પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી

ધોરાજી, તા.12 : ધોરાજીના જમનાવાડ રોડ પર રહેતું એક વૃદ્ધ દંપતી પોતાના ઘરે અચાનક અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સજોડે આપઘાત કરી લીધો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર ધોરાજી શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને પરિવારજનો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બન્નેના મૃતદેહોને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડીને આ આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે સઘન તપાસ હાથ ધરી છે.

આ દુર્ઘટનામાં ધોરાજી સેન સમાજના વરિષ્ઠ અગ્રણી અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા જીતુભાઈ મોહનભાઈ રાવરાણી (ઉં.વ.66) તેમજ તેમનાં પત્ની મધુબેન જીતુભાઈ રાવરાણી (ઉં.વ. 62) એ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધાનું ખૂલવા પામ્યું છે, જેથી આ બનાવ અંગે પોલીસે હાલ ગુનો નોંધીને પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક