નવી
દિલ્હી, તા.12: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-20 ઇન્ટરનેશનલ મેચની શ્રેણી
સપ્ટેમ્બરમાં રમાશે. જે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના યજમાન પદે રમાશે અને શ્રેણીના
ત્રણેય મેચ નવી દિલ્હી ખાતે રમાશે. પાંચ દિવસની અંદર શ્રેણી સમાપ્ત થશે. અફઘાનિસ્તાન
ક્રિકેટ બોર્ડ દ્વારા આ શ્રેણીનો કાર્યક્રમ આજે સત્તાવાર રીતે જાહેર કરાયો છે. જે અનુસાર
પ્રથમ ટી-20 મેચ તા.13 સપ્ટેમ્બરે, બીજો મેચ 15 અને ત્રીજો મેચ 17 સપ્ટેમ્બર દિલ્હીના
અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. અગાઉ જૂનમાં ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ચંદિગઢ ખાતે એકમાત્ર
ટેસ્ટ રમાયો હતો.