• શનિવાર, 04 મે, 2024

સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટની પરીક્ષા હવે વર્ષમાં ત્રણ વખત લેવાશે

સીએના કોર્સમાં વધી રહેલી વિદ્યાર્થી સંખ્યાને ધ્યાને રાખીને આઈસીએઆઈના ચેરમેનની જાહેરાત

અમદાવાદ, તા.20:  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ના વિદ્યાર્થીઓ માટે હવે ફાઉન્ડેશન-ઈન્ટરમીડિએટની વર્ષમાં બે વાર લેવાતી પરીક્ષા હવે ત્રણ વાર લેવાશે. જેમાં મે અને નવેમ્બર મહિનામાં લેવાતી પરીક્ષા હવે ત્રણ વાર લેવાશે.

આ અંગે ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ના ચેરમેન અનિકેત તલાટીએ જીસીસીઆઈના સંવાદ કાર્યક્રમમાં જાહેરાત કરી છે. મહત્વનું છે કે, સીએના કોર્સમાં વધી રહેલી વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે નિર્ણય લેવાયો છે. નોંધનિય છે કે, આ નિર્ણય મે 2024થી અમલમાં આવશે. 

જીસીસીઆઈના સંવાદ કાર્યક્રમમાંમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન હાજર હતા ત્યારે તલાટીએ કહ્યું કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કોર્ષમાં સતત વધી રહેલી વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મે  2024થી અમલમાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ આજે સમગ્ર ભારતમાં આઈસીએઆઈની બીજી સૌથી મોટી બ્રાન્ચ છે. 15 હજારથી વધુ સીએ અમદાવાદમાં છે. સીએ માટે નવા કોર્ષની મંજુરી આપવા માટે તલાટીએ કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારામનનો આભાર પણ માન્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક