• શનિવાર, 04 મે, 2024

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની જીભ લપસી

અમરેલી, તા.24: અમરેલી લોકસભા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ભગવાન સત્યનારાયણની કથા પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ અને આપ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓની યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ નેતાનો અસભ્ય વાણી વિલાસ સામે આવ્યો હતો ને ચૂંટણી ટાઇમે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની જીભ લપસી હતી ને અશોભનીય ભાષામાં જૂનાગઢના વિસાવદર ખાતે રાહુલ ગાંધી પર ટિપ્પણી કરનારા ભુપત ભાયાણી સામે પ્રહાર કરીને અવિવેકી ભાષા પ્રયોગ પ્રતાપ દુધાતે કર્યો હતો.  તેમણે કહ્યું કે, સુરતમાં નિલેશ કુંભાણીએ ગદારી કરી છે. કોંગ્રેસ સાથે ગદારી કરવાનું શું પરિણામ આવે છે તે નજીકના ભવિષ્યમાં તેમને ખબર પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક