• સોમવાર, 11 નવેમ્બર, 2024

વેરાવળમાં સગીર સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરનાર શખસને આજીવન કેદ

વેરાવળ, તા.ર0 : વેરાવળમાં રહેતા એક પરિવારનો સગીર વયનો બાળક રેલ્વે સ્ટેશન પાસે રોડ પર આવેલી રેંકડીઓ પાસે જમવાનુ માંગતો હતો ત્યારે  વેરાવળમાં રહેતો  દિલીપ ઉર્ફે દુલીયો બાબુ ચૌહાણ નામનો શખસ  આવ્યો હતો અને સગીરને જમવાનું આપવાની લાલચ આપી બાઈકમાં બેસાડી અપહરણ કરી નાસી છુટયો હતો અને વેરાવળ બંદરમાં લઈ ગયો હતો અને બાળકને મારી નાખવાની ધમકી આપી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અંગે બાળકના પરિવારજનોને જાણ થતા બાળકને હોસ્પિટલમાં ખસેડયો હતે અને બાદમાં પોલીસે નાસી છુટેલા દિલીપ ઉર્ફે દુલીયા બાબુ ચૌહાણ વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટે દિલીપ બાબુ ચૌહાણને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે કેતનસિંહ વાળા રોકાયેલ હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક