• બુધવાર, 13 નવેમ્બર, 2024

કુતિયાણા: ભ્રષ્ટાચારની ફરીયાદનો ખાર રાખી એન્જિનિયર યુવાનની હત્યા

-મૃતક યુવાને પૂર્વ મહિલા સરપંચ વિરુદ્ધ કચરાપેટીમાં થયેલા ભષ્ટ્રાચારની ફરિયાદ કરી હતી: ભાઈ ઘાયલ

પોરબંદર, તા.9 : કુતિયાણા તાબેના માલ ગામે પરિવાર સાથે દિવાળી કરવા આવેલા એન્જિનિયર યુવાનની તેના ભાઈની નજર સામે જ પૂર્વ મહિલા સરપંચ વિરુદ્ધ કરવામાં આવેલી કચરાપેટીના ભ્રષ્ટાચારની ફરિયાદનો ખાર રાખીને ધોકાના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો અને હત્યાનો ભોગ બનેલા યુવાનના ભાઈ પર પણ હુમલો થયો હોય હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, વાપીમાં રહેતો અને ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો દીપક પરબતભાઈ ઓડેદરા નામનો યુવાન અને તેની પત્ની –સંતાનો સાથે વતન માલ ગામે દિવાળી કરવા આવ્યો હતો તેમજ હાલ ગાંધીનગરનાં કુડાસન ખાતે રહેતો અને એન્જિનિયર તરીકે નોકરી કરતો આનંદકુમાર પણ દિવાળી કરવા વતન આવ્યો હતો.

દરમિયાન આનંદકુમારને તાવ આવતો હોય ભાઈ દીપક સાથે બાઇકમાં બેસી દવા લેવા નીકળ્યા હતા અને ગામમાં હાજા મેણંદ પરમાર નામના શખસનાં ઘર પાસેથી પસાર થતા હતા ત્યારે સ્પીડ બ્રેકર આવતા બાઇક ધીમું પાડયું હતું ત્યારે હાજા પરમાર નામનો શખસ લાકડાનો ધોકો લઈને ધસી આવ્યો હતો અને દીપક તથા આનંદ પર હુમલો કરતા આનંદ નાસી છૂટયો હતો અને દીપક પર ત્રણ-ચાર ધોકાના ઘા ઝીંકી હાજા પરમાર બાઇક લઈને નાસી છૂટયો હતો. બાદમાં આનંદ પર આવી 108 અને પિતા પરબતભાઈ અને પિતરાઈ ભાઈને ફોન કર્યે હતો અને લોહીલુહાણ હાલતમાં રહેલા ભાઈ દીપકનો વીડિયો ઉતારતો હતો  ત્યારે હાજા પરમાર પરત આવ્યો હતો અને ફરીથી દીપક અને આનંદ પર ધોકા-છરીથી હુમલો કરી નાસી છૂટયો હતો અને ગંભીર રીતે ઘવાયેલા દીપક અને આનંદને હોસ્પિટલમાં  ખસેડાયા હતા.  જ્યાં સારવાર દરમિયાન દીપકનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

આ બનાવ અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં મૃતક દીપકે ગામની પૂર્વ મહિલા સરપંચ સુમરીબેન ભરત ઓડેદરા વિરુદ્ધ કચરાપેટીમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે પી.જી. પોર્ટલમાં ફરિયાદ કરી હોય તેનો ખાર રાખીને ભરત તથા ચારેક શખસે પિતા પરબત ઓડેદરાને મારકૂટ કરી હતી અને તેની ફરિયાદ કરવામાં આવી હતી. બાદમાં ભરતના ખાસ સાગરીત હાજા પરમારે આ બાબતનો ખાર રાખીને દીપકની હત્યા કરી નાખી હતી. આ અંગે પોલીસે આનંદ પરબત ઓડેદરાની ફરિયાદ પરથી હાજા મેણદ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

પોરબંદરમાં ટોપી-ચશ્માની દુકાનમાં 4 કર્મીએ રૂ.2.50 લાખનો હાથફેરો કર્યો થડામાંથી નાણાં ગુમ થતાં સીસીટીવી તપાસ્યા બાદ ભાંડો ફૂટયો November 13, Wed, 2024