અમેરિકાના દબાણ બાદ મિત્ર કતરની લાલઆંખ
દોહા,
તા.9 : લેબનોન અને ગાઝામાં ઈઝરાયલના ભીષણ હુમલા વચ્ચે કતરે પોતાના આશ્રયે રહેલા હમાસ
નેતાઓને દેશમાંથી નિકળી જવા ફરમાન કર્યુ છે. હમાસ અને કતર વચ્ચે આમ તો મૈત્રીપૂર્ણ
સંબંધો છે પરંતુ કતરે હવે યુદ્ધ વિરામની સમજૂતીની આશા ધૂંધળી બનતાં આકરું વલણ
અપનાવ્યું
છે.
કતર
અમેરિકાના સહયોગથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ અને શાંતિ સમજૂતી માટે સતત પ્રયાસ
કરી રહ્યું છે પરંતુ આતંકી સંગઠન હમાસ કોઈ રીતે ઈઝરાયલી બંધકોને છોડવા તૈયાર નથી. અમેરિકાના
વિદેશ મંત્રી બ્લિંકને તાજેતરમાં દોહાની યાત્રા કરી હતી. અમેરિકા અને કતરના અધિકારીઓ
વચ્ચે 10 દિવસ લાંબી મંત્રણા યોજાઈ હતી ત્યાર બાદ કતરે હમાસ નેતાઓને પોતાના દેશમાંથી
ચાલ્યા જવા ફરમાન કર્યુ છે. સીરિયામાં ગૃહયુદ્ધ શરૂ થયા બાદથી હમાસે કતરને પોતાની રાજકીય
ગતિવિધિઓનું ગઢ બનાવી રાખ્યું છે.
અહેવાલ
મુજબ અમેરિકાએ કતરને ચેતવણી આપી હતી કે જો હમાસના નેતાઓ શાંતિ સમજૂતી માટે તૈયાર થતાં
નથી તો તેમને કતરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. હમાસ વારંવાર ઈઝરાયલી બંધકોને છોડવા ઈનકાર
કરી ચૂક્યું છે.