• બુધવાર, 13 નવેમ્બર, 2024

‘કોંગ્રેસે ભ્રષ્ટાચારના વિક્રમો તોડયા’

-મહારાષ્ટ્રમાં જનસભા સંબોધતાં પીએમ મોદીના પ્રહારો: કિસાનોનું હિત અમારી પ્રાથમિકતા

 

મુંબઈ, તા.9 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે અકોલામાં જનસભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને નિશાને લેતાં આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રે કોંગ્રેસના પ્રકોપને, તેના પાપોને લાંબા સમય સુધી સહન કર્યાં છે. ખાસકરીને મરાઠવાડાના કિસાનોની સમસ્યાનું મૂળ કોંગ્રેસ પક્ષ છે. 370મી કલમ મામલે પીએમે કહ્યું કે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરને હિંસામાં ધકેલવા માગે છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું કે આ લોકોએ તો હદ પાર કરી દીધી છે. કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં પોતાના જ વિક્રમો તોડયા છે. કોંગ્રેસના લોકો બંધારણના નામ પર પોતાની અલગ ‘લાલ કિતાબ’ વહેંચી રહ્યા છે.

 તેમણે કહ્યું કે કિસાનોનું હિત એ અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. મહારાષ્ટ્રના સવા કરોડથી વધુ કિસાનોને પીએમ સમ્માન નિધિનો લાભ મળ્યો છે. છેલ્લા અઢી વર્ષમાં મરાઠવાડામાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. સમૃદ્ધિ મહામાર્ગથી આ ક્ષેત્રને પ્રગતિનો નવો માર્ગ મળ્યો છે. નાંદેડથી દિલ્હી અને આદમપુર માટે વિમાનસેવાઓ શરૂ થઈ છે. ટૂંક સમયમાં અહીંથી અમૃતસર સુધી શીખ ભાઈઓને વિમાનથી યાત્રા કરવાની તક  મળવાની છે. રામમંદિરનો ઉલ્લેખ કરતાં પીએમે કહ્યું કે નવમી નવેમ્બરની તારીખ ઘણી ઐતિહાસિક છે.  2019માં આજના જ દિવસે સુપ્રીમ કોર્ટે રામ મંદિર પર ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દરેક ધર્મના લકોએ સંવેદનશીલતાનાં દર્શન કરાવ્યાં હતાં.  રાષ્ટ્રપ્રથમની આ ભાવના ભારતની ઘણી મોટી તાકાત છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

પોરબંદરમાં ટોપી-ચશ્માની દુકાનમાં 4 કર્મીએ રૂ.2.50 લાખનો હાથફેરો કર્યો થડામાંથી નાણાં ગુમ થતાં સીસીટીવી તપાસ્યા બાદ ભાંડો ફૂટયો November 13, Wed, 2024