• બુધવાર, 13 નવેમ્બર, 2024

સોમનાથ-જૂનાગઢમાં પ્રવાસીઓની કારના કાચ તોડી રોકડ-દાગીના તફડાવનાર બંટી-બબલી ઝડપાયા

રોકડ-દાગીના, કાર મોબાઇલ સહિત રૂ.7.20 લાખની મતા કબજે

 

વેરાવળ, તા.9 : ગીર સોમનાથ પંથકના ત્રિવેણી સંગમ અને જૂનાગઢના સક્કરબાગ સહિતનાં સ્થળે ફરવા આવેલા પ્રવાસીઓની કારના કાચ તોડી રોકડ - સોના - ચાંદીના દાગીના તફડાવનાર આણંદના બંટી-બબલીને ઝડપી લઈ રૂ.7.ર0 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, સોમનાથના ત્રિવેણી સંગમ પાસે કારના કાચ તોડી રોકડ અને દાગીનાની ચોરી થયાની ફરિયાદનાં પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી અને આસપાસમાં લગાવેલા તેમજ હાઇ વે પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે અમરેલી પોલીસની મદદથી દામનગર નજીકથી ઇનોવા કારમાં નીકળેલા આણંદના મહમદ અકીલ વોરા અને અંજુમબેન વોરાને ઝડપી લીધા હતા અને પોલીસે રૂ.39,600ની રોકડ, રૂ.3.63 લાખના સોના-ચાંદીના દાગીના અને કાર, મોબાઇલ સહિત રૂ.7.ર0 લાખનો મુદ્દામાલ કબજે કર્યે હતો.

પોલીસની વધુ તપાસમાં બંટી-બબલીએ જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, આણંદ, ગાંધીનગર, દ્વારકા સહિતનાં સ્થળે 16 ગુના આચર્યાનું ખૂલ્યું હતું. તસ્કર બેલડી ચોરી કરવા નીકળતી ત્યારે મોબાઇલ બંધ રાખતી જેથી પોલીસ પકડી શકે નહીં અને વાઇફાઇ ડોંગલથી ફોન કરતી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

ટ્રમ્પ ઇફેક્ટ: સોનામાં ‘કાટ’, ડોલરમાં ચળકાટ ડોલર સામે રૂપિયો ઘૂંટણિયે : ભારતીય શેરબજારોમાં કડાકા November 13, Wed, 2024