• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

માંગરોળમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર અને તેના પિતા ઝડપાયા

વાડી વિસ્તારમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું

જૂનાગઢ, તા.16: માંગરોળમાં એક સગીરાને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચરનાર પરિણીત શખસ અને તેના પિતાની પોલીસે ધરપકડ કરી છે અન્ય બેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ બનાવની વિગત પ્રમાણે માંગરોળમાં રહેતા પરિવારની સગીરવયની પુત્રીને શાળાએ આવતા જતા સમયે સલાઉદીન ઉંમર ચાંદા નામના શખસે લોભ લાલચ આપી ફસાવી સિંહવાવ કાદી કલતપુર વાડી વિસ્તારમાં દુષ્કર્મ આચર્યુ હતું ત્યાર બાદ ત્રણ સપ્તાહ બાદ ફરી દુષ્કર્મ આચરેલ અને સલાઉદ્દીનના પિતા-કાકાએ આ અંગે કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં સલાઉદીને ઉંમર ચાંદા, ઉંમર ઇબ્રાહીમ ચાંદા, મુસા ઇબ્રાહીમ અને સોએલ ઇબ્રાહીમ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક