• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ડભોઈમાં સગીરા પર દુષ્કર્મ આચરનારની ધરપકડ

વડોદરા, તા.17 : વડોદરા જિલ્લાના ડભોઇ નગરમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરા પર વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા અજાણ્યા વ્યક્તિએ એકલતાનો લાભ લઈ બે વાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ડભોઈ પોલીસ મથકમાં નોંધાઈ હતી. પોલીસે હવસખોરની ધરપકડ કરી છે. પીડિતાએ ફાંસીની સજાની માગ કરી છે.

ડભોઇમાં શ્રમજીવી પરિવારની સગીરાના પિતાનું 11 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. તેની માતા અને ભાઈ સાથે રહેતી કન્યાના વિધવા માતાના પતિ તરીકે છેલ્લાં સાત વર્ષથી લાલા નગીનભાઈ વસાવા રહેતો હતો. સગીરાની માતા મજૂરી કામે જાય ત્યારે લાલા વસાવા પોતાની દીકરી સમાન સગીરા ઉપર દાનત બગાડતો હતો અને અવારનવાર અડપલાં કરતો હતો. તેથી કન્યાને લાલા વસાવા તેની માતા સાથે પતિ તરીકે રહે તે પસંદ ન હતું પરંતુ તે વિરોધ કરી શકતી ન હતી. ત્રણ માસ પહેલા સગીરા ઘરમાં એકલી હતી અને તેની માતા મજૂરી કામે ગઈ હતી ત્યારે કન્યાની એકલતાનો લાભ લઈને હવસખોર લાલા વસાવાએ દુષ્કર્મ આચર્યું હતું અને કોઇને આ બાબતની જાણ ન કરવા માટેની ધમકી આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક